- મૌલાના કલીમ સિદ્દીકીની કરાઈ ધરપકડ
- બુધવારે રાત્રે ધરપકડ કરવામાં આવી
- ATS ના અધિક પોલીસ અધિક્ષકે કારણ આપવાનો ઇન્કાર કર્યો
મેરઠ: ઇસ્લામિક વિદ્વાન મૌલાના કલીમ સિદ્દીકીની આતંકવાદ વિરોધી ટુકડી (ATS) ની એક ટીમે ધરપકડ કરી છે. ATS ના મહાનિરીક્ષક (IG) ડો. જી.કે.ગોસ્વામીએ ફોન પર જણાવ્યું હતું કે, ધરપકડ બુધવારે રાત્રે કરવામાં આવી હતી. જોકે ATS ના અધિક પોલીસ અધિક્ષક (ASP) એ ધરપકડનું કારણ આપવાનો ઇન્કાર કર્યો હતો.
આ પણ વાંચો: Illegal Conversion: સમગ્ર દેશમાંથી 450 લોકો UP STFના રડાર પર
મોડી રાત સુધી હંગામો ચાલુ રહ્યો હતો
તેમણે કહ્યું કે, આ માહિતી લખનૌમાં પત્રકાર પરિષદમાં આપવામાં આવશે. રાત્રે 9 વાગ્યાની આસપાસ ઈશાની પ્રાર્થના બાદ તેઓ પોતાના સાથીઓ સાથે કારમાં પૂરા સમય માટે બહાર ગયા હતા. આ દરમિયાન પરિવારે તેમને ફોન કર્યો હતો પરંતુ મોબાઈલ બંધ જોવા મળ્યો હતો. પરિવારે મેરઠમાં ઈમામ શારીકને માહિતી આપી. પરિવાર અને પરિચિતોએ મૌલાનાની શોધ શરૂ કરી, પણ માહિતી મળી નહીં. આ દરમિયાન લિસાડીગેટ પોલીસ સ્ટેશન પર લોકોના ટોળા એકઠા થયા. મોડી રાત સુધી હંગામો ચાલુ રહ્યો હતો. થોડા સમય પછી માહિતી મળી હતી કે, મૌલાનાને ATS દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો: વડોદરા ધર્માતરણ મુદ્દે મહત્વના ખુલાસા, આફમી ટ્રસ્ટે 100 મસ્જીદો બનાવવા વાપર્યું કરોડોનું ભંડોળ
સિદ્દીકી પર ઘણા ધર્માંતરણ કરાવવાના આરોપ
સિદ્દીકી શંકાસ્પદ પ્રવૃત્તિને કારણે સુરક્ષા એજન્સીના નિશાના પર હતો. એજન્સીને મૌલાના મેરઠમાં આવવાની જાણ હતી. તેમના પર ઘણા ધર્માંતરણ કરાવવાના આરોપ લાગેલા છે.
- આ ઉપરાંત ઉત્તર પ્રદેશ STF એ 21 જૂને જે ગેરકાયદેસર ધર્માતરણના કેસનો ખુલાસો કર્યો હતો, તેમા લગભગ 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધીની તપાસમાં ખુલાસો થયો છે કે ગેરકાનુની ધર્માતરણનુ નેટવર્ક આખા દેશના 24 રાજ્યોમાં ફેલાયેલું છે. આ કેસમાં 450 લોકો ઉત્તર પ્રદેશ STFના રડારમાં છે.
- આ સાથે જ ઉત્તર પ્રદેશ અને ગુજરાત એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વૉડ (ATS)એ સંયુક્ત ઓપરેશનમાં વડોદરા પાસેથી ઉત્તર પ્રદેશમાં નોંધાયેલા ધર્માંતરણ કેસ (UP Conversion Case) માં સલાઉદ્દીન શેખની ધરપકડ કરી હતી. ધર્માન્તરણ કેસના મુખ્ય સૂત્રધાર ઉમર ગૌતમને ફંડિંગ કરવાના આરોપસર તેની ધરપકડ કરાઈ હતી.