ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Uttar Pradesh Assembly Election: ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને મહામંત્રી આજથી UPના પ્રવાસે - ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ

ઉત્તરપ્રદેશમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી (Uttar Pradesh Assembly Election) આવી રહી છે. ત્યારે ભાજપ અત્યારથી તૈયારીમાં લાગી છે. આને ધ્યાનમાં રાખી રાષ્ટ્રીય મહામંત્રી (સંગઠન) બી. એલ. સંતોષ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તથા પ્રદેશ પ્રભારી રાધા મોહન સિંહ સોમવારથી લખઉનના 2 દિવસીય પ્રવાસ પર છે.

Uttar Pradesh Assembly Election: ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને મહામંત્રી આજથી UPના પ્રવાસે
Uttar Pradesh Assembly Election: ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને મહામંત્રી આજથી UPના પ્રવાસે

By

Published : Jun 21, 2021, 9:26 AM IST

  • ઉત્તરપ્રદેશ વિધાનસભા (Uttar Pradesh Assembly Election)ની ચૂંટણીની તૈયારી શરૂ
  • ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને મહામંત્રી આજથી UPના પ્રવાસે
  • ભાજપના કેન્દ્રિય પદાધિકારીઓનો એક મહિનાથી ઓછા સમયમાં લખનઉનો આ બીજી વખત પ્રવાસ થઈ રહ્યો છે

લખનઉઃ ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janta Party)ના રાષ્ટ્રીય મહામંત્રી (સંગઠન) બી. એલ. સંતોષ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તથા પ્રદેશ પ્રભારી રાધામોહન સિંહ સોમવારથી લખનઉના 2 દિવસીય પ્રવાસ કરશે. ઉત્તરપ્રદેશમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી (Uttar Pradesh Assembly Election)ની તૈયારીમાં લાગેલી ભાજપના કેન્દ્રિય પદાધિકારીઓનો એક મહિનાથી ઓછા સમયમાં લખનઉનો આ બીજી વખત પ્રવાસ થઈ રહ્યો છે.

આ પણ વાંચો-ગાંધીનગરમાં આગામી મનપાની ચૂંટણી અંગે ભાજપ મીડિયા સેલની બેઠક યોજાઇ

મહિનાની અંદર બીજો પ્રવાસ

આ પહેલા બી. એલ. સંતોષ અને રાધા મોહન સિંહ 31 મેથી 2 જૂન સુધી લખનઉમાં હતા. ત્યારબાદ 6 જૂને પણ લખનઉ આવેલા રાધા મોહન સિંહે રાજ્યના રાજ્યપાલ આનંદીબેન પટેલ તથા વિધાનસભા અધ્યક્ષ હૃદય નારાયણ દિક્ષિત સાથે મુલાકાત કરી હતી. ભાજપ તરફથી આપવામાં આવેલા નિવેદન અનુસાર, બી. એલ. સંતોષ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તેમ જ પ્રદેશ પ્રભારી રાધા મોહન સિંહ 21 અને 22 જૂને રાજ્યની રાજધાની લખનઉનો પ્રવાસ કરશે.

આ પણ વાંચો-ભાજપ યુવા મોરચામાં 35 વયથી નીચેના લોકો જ જોડાઈ શકશે: નિર્ણય

અનેક સેવા કાર્યોની સમીક્ષા કરાશે

આ પ્રવાસ દરમિયાન સંતોષ પાર્ટી પદાધિકારીઓની સાથે બેઠકો કરીને પાર્ટી દ્વારા રાજ્યમાં શરૂ કરવામાં આવેલા પોસ્ટ કોવિડ સેન્ટર, વેક્સિનેશન જાગૃતિ અભિયાન તથા અન્ય સેવા કાર્યોની સમીક્ષાની સાથે સંગઠનના વિગત કાર્યક્રમ તથા અભિયાનોની સમીક્ષા કરતા આગામી સંગઠનાત્મક અભિયાનો અને કાર્યક્રમોના ક્રિયાન્વયન માટે માર્ગદર્શન કરશે. રાધા મોહન સિંહ અને બી. એલ. સંતોષ રાજ્ય કાર્ય સમિતિની સંભવિત બેઠકને લઈને ચર્ચા કરે છે.

ABOUT THE AUTHOR

...view details