ગુજરાત

gujarat

ETV Bharat / bharat

UP Assembly Election 2022 : છઠ્ઠા તબક્કા માટે મતદાન શરૂ, CM યોગીએ પોતાનો મત આપ્યો - મતદાન માટે વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા

ઉત્તર પ્રદેશમાં (UP Assembly Election 2022) છઠ્ઠા તબક્કાનું મતદાન (Sixth phase of polling in UP today) શરૂ થઈ ગયું છે. અહીં 10 જિલ્લાની 57 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે મતદાન કરી દીધું છે.

UP Assembly Election 2022 : છઠ્ઠા તબક્કા માટે મતદાન શરૂ, CM યોગીએ પોતાનો મત આપ્યો
UP Assembly Election 2022 : છઠ્ઠા તબક્કા માટે મતદાન શરૂ, CM યોગીએ પોતાનો મત આપ્યો

By

Published : Mar 3, 2022, 8:29 AM IST

નવી દિલ્હીઃઉત્તર પ્રદેશના (UP Assembly Election 2022) મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પોતાનો મત આપતા પહેલા ગોરખનાથ મંદિરમાં પૂજા કરી હતી અને મતદાન માટે અપીલ કરી હતી અને કહ્યું હતું કે, ચૂંટણી એક વળાંક પર છે. પૂર્વી ઉત્તર પ્રદેશમાં 5 વર્ષમાં અનેક વિકાસ કાર્યો થયા છે. પૂર્વી ઉત્તર પ્રદેશના દરેક જિલ્લામાં એક જિલ્લો, એક મેડિકલ કોલેજનું લક્ષ્ય હાંસલ કરવામાં આવ્યું છે. તમારો એક મત રાજ્યને દેશની અગ્રણી અર્થવ્યવસ્થા બનાવશે.

ઉત્તર પ્રદેશ વિધાનસભાનું આજે છઠ્ઠા તબક્કાનું મતદાન

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી (UP Assembly Election 2022) માટે આજે છઠ્ઠા તબક્કાનું મતદાન (Sixth phase of polling in UP today) છે. પૂર્વાંચલના 10 જિલ્લાની 57 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. આ માટે ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. મતદાન પક્ષો મતદાન મથકો પર પહોંચી ગયા છે. મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ ગયું છે. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022ના (UP Assembly Election 2022) છઠ્ઠા તબક્કામાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની કર્મભૂમિ ગોરખપુર તેમજ આંબેડકર નગર, બલરામપુર, સિદ્ધાર્થનગર, બસ્તી, સંત કબીરનગર, મહારાજગંજ, કુશીનગર, દેવરિયા અને બલિયા જિલ્લામાં મતદાન થશે. ગોરખપુર જિલ્લામાં નવ વિધાનસભા બેઠકો, આંબેડકર નગર જિલ્લામાં પાંચ, બલરામપુર જિલ્લામાં ચાર અને સિદ્ધાર્થનગર જિલ્લામાં પાંચ બેઠકો માટે મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.

મતદાન માટે વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરાઈ

બસ્તી જિલ્લાના પાંચ, સંત કબીરનગરમાં ત્રણ, મહારાજગંજ, કુશીનગર, દેવરિયા અને બલિયા જિલ્લાના પાંચ વિધાનસભા ક્ષેત્રના મતદારો ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં (EVM) તેમનો નિર્ણય કેપ્ચર કરશે. મતદાન માટે વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ અને હોમગાર્ડની સાથે અર્ધલશ્કરી દળના જવાનો પણ મતદાન મથકો પર સુરક્ષા માટે તૈનાત રહેશે.

મુખ્યપ્રધાન યોગીની સીટ પર આજે મતદાન

મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પોતે ગોરખપુર જિલ્લાની ગોરખપુર શહેર વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર છે. મુખ્યપ્રધાન યોગીની સીટ પર આજે મતદાન થવાનું છે. ગોરખપુર શહેર ઉપરાંત ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાજ્ય ઉપાધ્યક્ષ દયાશંકર સિંહ બલિયા સદર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં છે. દયાશંકર પૂર્વ મંત્રી નારદ રાય સાથે ચૂંટણી લડી રહ્યા છે. યોગી સરકારના મંત્રીઓ ઉપેન્દ્ર તિવારી, આનંદસ્વરૂપ શુક્લા, સૂર્ય પ્રતાપ શાહી, સ્વામી પ્રસાદ મૌર્ય અને શલભ મણિ ત્રિપાઠીના ભાવિનો પણ આ તબક્કામાં નિર્ણય થવાનો છે.

1.5 લાખથી વધુ સુરક્ષા જવાનો તૈનાત

પોલીસના જણાવ્યા અનુસાર આ તબક્કામાં 10 જિલ્લાની 57 વિધાનસભા બેઠકો પર 1.5 લાખથી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવશે, જ્યાં 2.1 કરોડ લોકો મતદાતા છે. ઉત્તર પ્રદેશ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 179 પોલીસ સ્ટેશન વિસ્તારમાં 13,930 મતદાન મથકો અને 25,319 મતદાન સ્થળો પર મતદાન યોજાશે. નવ વિધાનસભા મતવિસ્તારો - ગોરખપુર શહેર, બંસી, ઇટાવા, ડુમરિયાગંજ, બલિયા નગર, ફેફના બૈરિયા, સિકંદરપુર અને બંસદીહ -ને સંવેદનશીલ શ્રેણીમાં રાખવામાં આવ્યા છે, પોલીસે જણાવ્યું હતું.

આ પણ વાંચો:યુપીની 61 વિધાનસભા સીટો પર અત્યાર સુધીમાં 53.98 ટકા મતદાન નોંધાયું

10 જિલ્લામાં ચૂંટણી યોજાશે

સમાજવાદી પાર્ટીએ ગોરખપુર શહેરમાં આદિત્યનાથ સામે ભારતીય જનતા પાર્ટીના (BJP) પૂર્વ નેતા ઉપેન્દ્ર દત્ત શુક્લાની પત્નીને મેદાનમાં ઉતારી છે. આઝાદ સમાજ પાર્ટીના સ્થાપક ચંદ્રશેખર આઝાદ પણ મુખ્યપ્રધાન સામે ચૂંટણી લડી રહ્યા છે. આ તબક્કામાં જે 10 જિલ્લામાં ચૂંટણી યોજાશે તેમાં દેવરિયા, બસ્તી, ગોરખપુર, કુશીનગર, મહારાજગંજ, સંત કબીર નગર, સિદ્ધાર્થનગર, બલરામપુર, આંબેડકર નગર અને બલિયાનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા અનુસાર, છઠ્ઠા તબક્કામાં, કુલ 824 મજરા અને વિસ્તારોને સંવેદનશીલ તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા છે, જ્યારે 2,962 મતદાન સ્થળોને જોખમી તરીકે ઓળખવામાં આવ્યા છે.

મહિલાઓને મતદાન માટે પ્રેરિત કરવા માટે મહિલા બૂથ બનાવ્યા

પોલીસે જણાવ્યું હતું કે, ખાસ કરીને મહિલાઓને મતદાન માટે પ્રેરિત કરવા માટે કુલ 109 પિંક બૂથ (મહિલા બૂથ) બનાવવામાં આવ્યા છે. આ મતદાન મથકો પર 259 મહિલા કોન્સ્ટેબલ અથવા હેડ કોન્સ્ટેબલ ઉપરાંત 19 મહિલા ઈન્સ્પેક્ટર અથવા સબ ઈન્સ્પેક્ટરને તૈનાત કરવામાં આવ્યા છે. છઠ્ઠા તબક્કામાં મતદાનના સરળ સંચાલન માટે, તમામ 13,930 મતદાન મથકોને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF) દ્વારા આવરી લેવામાં આવશે, જેના માટે CAPFની 850 કંપનીઓ આવી છે.

આ પણ વાંચો:ફતેહપુરમાં PM મોદીની ગર્જના, કહ્યું- 10 માર્ચના જ મનાશે 'વિજયી હોળી

છઠ્ઠા તબક્કામાં 10 જિલ્લાઓમાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવી

અધિકારીઓના જણાવ્યા અનુસાર CAPF કંપનીમાં સામાન્ય રીતે લગભગ 70-80 કર્મચારીઓની ઓપરેશનલ ક્ષમતા હોય છે. આમાંથી 797 CAPF કંપનીઓ બૂથ ડ્યુટી માટે તૈનાત કરવામાં આવશે, જ્યારે 44 કાયદો અને વ્યવસ્થા માટે તૈનાત કરવામાં આવશે. પોલીસે જણાવ્યું હતું કે, છઠ્ઠા તબક્કામાં 10 જિલ્લાઓમાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવી ત્યારથી 63,899 લાઇસન્સવાળા હથિયારો તેની પાસે જમા કરવામાં આવ્યા છે. આ 10 જિલ્લામાંથી 722 ગેરકાયદેસર હથિયારો અને 433 કારતુસ જપ્ત કરવામાં આવ્યા હતા અને ગેરકાયદેસર હથિયાર બનાવતી ચાર ફેક્ટરીઓનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details