- ઉત્તરપ્રદેશની 7 વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું મંગળવારે પરિણામ
- માત્ર 7 બેઠક માટે અધધ 88 ઉમેદવારોએ નોંધાવી હતી ઉમેદવારી
- 3 નવેમ્બરે 23 લાખ 27 હજાર મતદારોએ કર્યું હતું મતદાન
- મત ગણતરી કરવા આવતા કર્મચારીઓ માટે ખાસ વ્યવસ્થા કરાઈ
લખનઉઃ પેટા ચૂંટણીમાં મત ગણથરીને લઈને રાજ્ય ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી અધિકારી અજય શુક્લા તરફથી સંબંધિત જિલ્લા અધિકારોને વિસ્તૃત સૂચનો આપી દેવામાં આવ્યા છે. આમાંથી ખાસ કરીને કોરોના સંકટને જોતા કોવિડ-19 પ્રોટોકોલનું પાલન કરીને મત ગણતરી કરવામાં આવશે.
8 વાગ્યે શરૂ થશે મત ગણતરી, પહેલા પોસ્ટલ બેલેટની થશે ગણતરી
પંચ તરફથી જાહેર કરવામાં આવેલા સૂચન અનુસાર, મત ગણતરી સવારે 8 વાગ્યે શરૂ થશે. સૌથી પહેલા પોસ્ટલ બેલેટ ગણવામાં આવશે. ત્યારબાદ અન્ય તમામ મતની પણ ગણતરી કરવામાં આવશે. લગભગ 11 વાગ્યાની આસપાસ તમામ બેઠક પર વલણો આવવાના શરૂ થઈ જશે કે કઈ બેઠક પર કયો ઉમેદવાર આગળ છે.
કોરોના સંકટને જોતા વિશેષ સતર્કતા રાખવામાં આવશે
રાજ્ય ચૂંટણી પંચ તરફથી આપવામાં આવેલા સૂચન મુજબ, મત ગણથરીના સમયે કર્મચારીઓની સુરક્ષા માટે થર્મલ સ્કેનર, હેન્ડ સેનિટાઈઝર, ફેસ માસ્ક, ફેસ શિલ્ડ, પીપીઈ કિટ, સાબુ-પાણી વગેરે પૂરતી માત્રામાં રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મત ગણતરી કરનારા કર્મચારીઓને વિશેષ સતર્કતા રાખીને કામ કરવાનું કહેવામાં આવ્યું છે. ખાસ કરીને મત ગણતરીમાં રાજકીય પક્ષના ઉમેદવારોના મત ગણતરીના એજન્ટો માટે પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આથી કોઈ પ્રકારની મુશ્કેલી ન સર્જાય.