બેંગલુરુઃ કર્ણાટક હાઈકોર્ટે (Karnataka High Court) એક મહત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું છે કે, કોઈપણ ભાવનાત્મક જોડાણ વિના પત્નીનો ATM તરીકે ઉપયોગ કરવો એ માનસિક ત્રાસ (Using wife as ATM amounts to mental harassment) સમાન છે. જસ્ટિસ આલોક આરાધે અને જસ્ટિસ જેએમ ખાજીની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેન્ચે સુનાવણી દરમિયાન આ અવલોકન કર્યું હતું. તે જ સમયે, કોર્ટે, નીચલી કોર્ટના આદેશને બાજુ પર રાખતા કેસમાં પત્નીના છૂટાછેડાને મંજૂરી આપી છે.
આ પણ વાંચો:કર્ણાટક: હાઈકોર્ટે ભરતીમાં ટ્રાન્સજેન્ડરને સામેલ ન કરવા બદલ માગ્યો જવાબ
પતિ દ્વારા પત્નીને થતા તણાવને માનસિક ત્રાસ ગણી શકાય : બેન્ચે કહ્યું કે, પતિએ બિઝનેસ શરૂ કરવાના બહાને પત્ની પાસેથી 60 લાખ રૂપિયા લીધા હતા. તે તેને એટીએમના રૂપમાં માનતો હતો. તેને તેની પત્ની સાથે કોઈ ભાવનાત્મક લગાવ નથી. પતિના વર્તનને કારણે પત્નીને માનસિક આઘાત સહન કરવો પડ્યો છે. કોર્ટે કહ્યું કે, 'આ કેસમાં પતિ દ્વારા પત્નીને થતા તણાવને માનસિક ત્રાસ તરીકે ગણી શકાય છે. ફેમિલી કોર્ટ આ તમામ પરિબળોને ધ્યાનમાં લેવામાં નિષ્ફળ રહી છે. તે કોર્ટે અરજદારની પત્નીને સાંભળી ન હતી કે તેનું નિવેદન નોંધ્યું ન હતું. "પત્નીની દલીલોને ધ્યાનમાં રાખીને, તેની છૂટાછેડાની અરજીને મંજૂરી આપવામાં આવે છે."