ન્યૂયોર્કઃ ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસીએ (Iranian President Ibrahim Raisi) ગુરુવારે એક અમેરિકન પત્રકાર સાથેનો નિર્ધારિત ઈન્ટરવ્યુ રદ (US journalist denied interview with Iran President) કર્યો છે. રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે, પૂર્વ અમેરિકન મહિલા પત્રકારે હિજાબ પહેરવાની ના પાડી દીધી હતી, તેથી રાષ્ટ્રપતિએ તેનો ઇન્ટરવ્યુ આપ્યો ન હતો. આ મામલો એવા સમયે સામે આવ્યો છે જ્યારે ઈરાનમાં ફરજિયાત હિજાબને લગતા કાયદાનો ભારે વિરોધ થઈ રહ્યો છે. હિજાબના કાયદાનો ભંગ કરવા બદલ પોલીસ કસ્ટડીમાં લેવામાં આવેલી મહિલાના મોતને લઈને વિરોધ (iran women protest) પ્રદર્શનો શરૂ થયા છે.
ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસીનો ઈન્ટરવ્યુ કર્યો રદ્દ :એવું કહેવામાં આવ્યું હતું કે, સીએનએનના મુખ્ય આંતરરાષ્ટ્રીય એન્કર ક્રિશ્ચિયન અમનપોરને ઇન્ટરવ્યુ પહેલા હિજાબ પહેરવાનું કહેવામાં આવ્યું હતું. તેણે ના પાડી. જે બાદ ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસીનો ઈન્ટરવ્યુ (US journalist denied interview with Iran President) અચાનક રદ્દ કરી દેવામાં આવ્યો હતો. અમનપુરે ટ્વિટર પર જણાવ્યું હતું કે તેણીને હેડસ્કાર્ફ પહેરવાનું સૂચન કરવામાં આવ્યું હતું, પરંતુ તેણીના ઇનકાર પછી, ઇન્ટરવ્યુ રદ કરવામાં આવ્યો હતો. ટ્વીટ્સની શ્રેણીમાં, એન્કરે કહ્યું કે, તેણી ઇરાનમાં પ્રદર્શનો પર ચર્ચા કરવાનો ઇરાદો ધરાવે છે. જેમાં અનેક ઘટનાઓ સંડોવાયેલી છે.
અમેરિકી ધરતી પર રાષ્ટ્રપતિ રાયસીનો આ પહેલો ઇન્ટરવ્યુ હશે :મહેસા અમીનીનું (Mahsa Amini death) પોલીસ કસ્ટડીમાં મોત અને ત્યાર બાદ પોલીસના વિરોધમાં મહિલાઓએ તેમના હિજાબ સળગાવી (Iranian Women Burn Hijabs) દીધા હતા. અમનપોરે ટ્વીટ કર્યું કે, યુએન જનરલ એસેમ્બલી માટે ન્યૂયોર્કની તેમની મુલાકાત દરમિયાન, અમેરિકી ધરતી પર રાષ્ટ્રપતિ રાયસીનો આ પહેલો ઇન્ટરવ્યુ હશે. અઠવાડિયાના આયોજન અને અનુવાદના સાધનો, લાઇટ અને કેમેરા સાથે અમને આઠ કલાકની તૈયારીનો સમય લાગ્યો હતો. તેણે લખ્યું છે કે, ઈન્ટરવ્યુના નિર્ધારિત સમયની 40 મિનિટ બાદ રાષ્ટ્રપતિ કાર્યાલય સાથે જોડાયેલા એક વ્યક્તિએ મને હિજાબ પહેરવાની સલાહ આપી. તેમણે કહ્યું કે, આ મહોરમનો પવિત્ર મહિનો છે.
ન્યૂયોર્કમાં હિજાબને લઈને કોઈ કાયદો કે પરંપરા નથી :અમનપોરે કહ્યું કે, મેં નમ્રતાથી ઇનકાર કર્યો અને કહ્યું કે, અમે ન્યૂયોર્કમાં છીએ, જ્યાં હિજાબને લઈને કોઈ કાયદો કે પરંપરા નથી. મેં કહ્યું કે, જ્યારે પણ મેં ઈરાનની બહાર પૂર્વ ઈરાની રાષ્ટ્રપતિનો ઈન્ટરવ્યુ લીધો ત્યારે હિજાબની જરૂર નહોતી. અમનપોરે ખાલી ખુરશીની સામે હિજાબ વગરની પોતાની એક તસવીર પોસ્ટ કરી. તેણીએ કહ્યું કે, વારંવાર હિજાબ પહેરવાનો ઇનકાર કર્યા પછી, ઇન્ટરવ્યુ આખરે રદ કરવામાં આવ્યો. અને તેથી અમે ત્યાંથી નીકળી ગયા. ઈરાનમાં વિરોધ પ્રદર્શન ચાલુ હોવાથી અને લોકોની હત્યા થઈ રહી હોવાથી, રાષ્ટ્રપતિ રાયસી સાથે વાત કરવાની આ એક મહત્વપૂર્ણ ક્ષણ હશે.