- અમેરિકામાં ભારતના સ્વતંત્ર દિવસ (Independence Day) 15મી ઓગસ્ટની કરાશે ઉજવણી
- વન વર્લ્ડ ટ્રેડ સેન્ટર (One World Trade Center)ને ત્રિરંગાના (Flag) રંગમાં રંગવામાં આવશે
- ટાઈમ્સ સ્ક્વેર (Times Square ) પણ ભારતનો ત્રિરંગો (Indian Flag) ફરકાવવામાં આવશે
ન્યૂ યોર્કઃ આ રવિવારે 15મી ઓગસ્ટ ભારતનો સ્વતંત્ર દિવસની ઉજવણી નિમિત્તે સમગ્ર દેશમાં તૈયારી ચાલી રહી છે. તો બીજી તરફ વિદેશમાં રહેતા ભારતીયો પણ સ્વતંત્રતા દિવસને લઈને ઉત્સુક છે. તો અમેરિકામાં પણ હવે ભારતના સ્વતંત્ર દિવસ નિમિત્તે વિશેષ ઉજવણી કરવામાં આવશે. અમેરિકામાં 9-11ના હુમલાવાળી જગ્યા બનાવવામાં આવેલી સૌથી ઉંચી ઈમારત 'વન વર્લ્ડ ટ્રેડ સેન્ટર' અને ન્યૂ યોર્કની 2 અન્ય મશહુર ઈમારતો 15મી ઓગસ્ટે ભારતના 75મા સ્વતંત્રતા દિવસ પર ત્રિરંગાના રંગમાં જગમગશે.
આ પણ વાંચો-15મી ઓગસ્ટએ ગુજરાતના 10 હજારથી વધુ ગામોમાં ABVP કરશે ધ્વજવંદન
વન વર્લ્ડ ટ્રેડ સેન્ટરના પ્રાંગણને ત્રણ રંગમાં રંગવામાં આવશે
સાઉથ એશિયન એન્ગેજમેન્ટ ફાઉન્ડેશને (South Asian Engagement Foundation) કહ્યું હતું કે, વન વર્લ્ડ ટ્રેડ સેન્ટરના 408 ફૂટ ઉંચા અને 758 ટન વજનની શિખરને અને તેના પ્રાંગણને 15 ઓગસ્ટના દિવસે કેસરિયા, સફેદ અને લીલા રંગમાં જગમગાવવા માટે ડર્સ્ટ ઓર્ગેનાઈઝેશનની સાથે કામ કરી રહ્યું છે.