ગુજરાત

gujarat

ETV Bharat / bharat

UPSC 2021 results: સિવિલ સર્વિસ પરીક્ષામાં મહિલાઓએ માર્યુ મેદાન, ત્રણેય ટોપર મહિલાઓ

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ સિવિલ સર્વિસ પરીક્ષા 2021નું પરિણામ (UPSC 2021 results) જાહેર કર્યું છે. આયોગે કહ્યું કે, લગભગ 685 ઉમેદવારો પરીક્ષામાં સફળ થયા છે. શ્રુતિ શર્માએ પ્રથમ સ્થાન મેળવ્યું છે જ્યારે અંકિતા અગ્રવાલ અને ગામિની સિંગલાએ અનુક્રમે બીજું અને ત્રીજું સ્થાન મેળવ્યું છે.

UPSC 2021 results: સિવિલ સર્વિસ પરીક્ષામાં મહિલાઓએ માર્યુ મેદાન, ત્રણેય ટોપર મહિલાઓ
UPSC 2021 results: સિવિલ સર્વિસ પરીક્ષામાં મહિલાઓએ માર્યુ મેદાન, ત્રણેય ટોપર મહિલાઓ

By

Published : May 30, 2022, 3:13 PM IST

નવી દિલ્હી: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ સોમવારે સિવિલ સર્વિસ પરીક્ષા-2021નું પરિણામ (UPSC 2021 results) જાહેર કર્યું, જેમાં શ્રુતિ શર્મા પ્રથમ સ્થાને (Shruti Sharma tops UPSC) રહી છે. આયોગે કહ્યું કે, લગભગ 685 ઉમેદવારોએ પરીક્ષા પાસ (candidates qualify UPSC ) કરી છે. જો કે, આયોગે આ અંગે વિસ્તૃત માહિતી આપી નથી. કમિશને કહ્યું કે શ્રુતિ શર્મા પ્રથમ સ્થાને (first rank in UPSC ) છે જ્યારે અંકિતા અગ્રવાલ અને ગામિની સિંગલાએ અનુક્રમે બીજું અને ત્રીજું સ્થાન (second and third rank in UPSC) મેળવ્યું છે.

https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15424678_966_15424678_1653900771412.png

આ પણ વાંચો:પ્રખ્યાત પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની ગોળી મારી હત્યા, 2 મિત્રો પણ ઈજાગ્રસ્ત

દર વર્ષે સિવિલ સર્વિસ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવે છે. આ પરીક્ષા ત્રણ તબક્કામાં લેવામાં આવી છે, જે હેઠળ ભારતીય વહીવટી સેવા (IAS), ભારતીય વિદેશ સેવા (IFS) અને ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારીઓની પસંદગી કરવામાં આવી છે.

આ પણ વાંચો:ભાજપની નીતિ યુવાનોને આતંકવાદમાં ધકેલી રહી છેઃ મહેબૂબા

ABOUT THE AUTHOR

...view details