- UPSC IES ISSનું પરિણામ જાહેર કરવામાં આવ્યું
- upsc.gov.in પર જોઈ શકાશે રિઝલ્ટ
- 26 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે
ન્યુઝ ડેસ્ક: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા IES અને ISS પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જે ઉમેદવારો આ UPSC પરીક્ષાઓમાં હાજર રહ્યા હતા તેઓ ઓફિશિયલ વેબસાઇટ upsc.gov.in પર જઈને પરિણામ ચકાસી શકે છે. ઉલ્લેખનીય છે કે, UPSC દ્વારા IES અને ISSની કુલ 26 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી.
16 જુલાઈ 2021ના રોજ યોજાઈ હતી પરીક્ષા
ઉલ્લેખનીય છે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા IES અને ISSની જગ્યાઓ પર ભરતી માટેની અરજી પ્રક્રિયા 8 એપ્રિલ 2021થી શરૂ કરવામાં આવી હતી. આ જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારોને 27 એપ્રિલ 2021 સુધીનો સમય આપવામાં આવ્યો હતો. તેમજ આ જગ્યા માટેની પરીક્ષા 16 જુલાઈ 2021ના રોજ યોજાઈ હતી, જેનું એડમિટ કાર્ડ 29 જૂન 2021ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે હવે આ પરીક્ષાના પરિણામો UPSCની ઓફિશિયલ વેબસાઇટ (Official Website) પર અપલોડ કરવામાં આવ્યા છે.
ખાલી જગ્યાની વિગતો