ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Shashi Tharoor: આગામી લોકસભા ચૂંટણી મારી છેલ્લી ચૂંટણી હોઈ શકે છેઃ શશિ થરૂર - કોંગ્રેસના નેતા

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભાના સાંસદ શશિ થરૂરે રાજકારણમાંથી નિવૃત્તિના સંકેત આપ્યાં છે. કોંગ્રેસના એક કાર્યક્રમમાં પત્રકારો સાથે વાત કરતા થરૂરે કહ્યું કે, આગામી લોકસભાની ચૂંટણી તિરૂવનંતપુર બેઠક પરથી તેમની અંતિમ ચૂંટણી હોય શકે છે. તેમના આ નિવેદનથી જાતજાતની અટકળો લગાવાઈ રહી છે, જોકે થરૂરે એમ પણ કહ્યું હતું કે, સમયાંતરે યુવાનોને ચૂંટણી લડવાની તકો આપવી જોઈએ.

Shashi Tharoor
Shashi Tharoor

By ETV Bharat Gujarati Team

Published : Dec 29, 2023, 9:35 AM IST

તિરુવનંતપુરમ (કેરળ):કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય અને લોકસભા સાંસદ શશિ થરૂરે યુવાનોને ચૂંટણી લડવાની તકો પૂરી પાડવા માટેનું આહ્વવાન કર્યું છે, થરૂરે એવો સંકેત આપ્યો છે કે, આગામી લોકસભાની ચૂંટણીમાં તિરુવનંતપુરમથી તેમની લડાઈ તેમના મતવિસ્તારમાં છેલ્લી લડાઈ હોઈ શકે છે. કૉંગ્રેસના એક કાર્યક્રમમાં મીડિયા સાથે વાત કરતા, લોકસભા સાંસદ શશિ થરૂરે યુવાનોને ચૂંટણી લડવા માટેની તક આપવાના મહત્વ મુદ્દા પર ભાર મૂક્યો હતો. થરૂરે વાતવાતમાં એ પણ સંકેત આપ્યો કે તિરુવનંતપુરમથી ઉમેદવાર તરીકે આગામી સામાન્ય ચૂંટણી તેમની સામાન્ય ચૂંટણી હોઈ શકે છે. પોતાની પ્રથમ ચૂંટણીમાં થરૂરે તેમના પ્રતિસ્પર્ધી CPI નેતા હરીફ પી. રામચંદ્રન નાયરને 95,000 મતોના વિશાળ માર્જિનથી હરાવ્યા હતા. આ જીત બાદ તેમણે 2014 અને 2019માં લોકસભા ચૂંટણીમાં સરળતાથી જીતી હાંસલ કરીને પોતાનું દબદબો અને સ્થાન જાળવી રાખ્યું હતું.

થરૂરની સ્પષ્ટતા: ગુરુવારે અહીં કોંગ્રેસના એક ખાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભા સાંસદ શશિ થરૂરે પત્રકારો સાથે વાત કરતા સ્પષ્ટતા કરી, "મેં ક્યારેય કહ્યું નથી, પરંતુ મને લાગે છે કે આ મારી છેલ્લી ચૂંટણી હશે." થરૂરે જણાવ્યું હતું કે, આ અંગે કોઈ અંતિમ નિર્ણય નથી કારણ કે આ રાજકારણ છે. "હું માનું છું કે અમુક સમયે યુવાઓ માટે જગ્યા બનાવવાનો સમય આવી જાય છે, થરૂરે વધુમાં કહ્યું કે, "આ મારી વિચારસરણી છે,"

થરૂરનું રાજકીય જીવન: શરૂરે વધુમાં જણાવ્યું હતું કે, જો તેઓ તિરુવનંતપુરમથી ચૂંટણી લડશે, તો એવી રીતે લડશે કે જાણે આ ચૂંટણી તેમની છેલ્લી ચૂંટણી હોય. સંપૂર્ણ જોશ અને ઉત્સાહ સાથે અને લોકો માટે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રયાસ કરશે. એક દાયકા પહેલાં રાજકારણમાં પ્રવેશેલા થરૂરે 2009ની સામાન્ય ચૂંટણીઓમાં જંગી જીત મેળવી હતી. કેરળના તિરુવનંતપુરમ લોકસભા મતવિસ્તાર પ્રચંડ જીત સાથે થરૂરે સંસદમાં એન્ટ્રી કરી હતી. તેમની પ્રથમ ચૂંટણી તેમણએ CPI હરીફ પી રામચંદ્રન નાયરને 95,000 થી વધુ મતોના વિશાળ માર્જિનથી હરાવીને પ્રચંડ જીત હાંસલ કરી હતી. આ સફળતા બાદ તેમણે 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં પણ નિર્ણાયક જીત સાથે આ બેઠક પર પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. તેમની રાજકીય કારકિર્દી શરૂ કરતા પહેલા, થરૂરે સંયુક્ત રાષ્ટ્ર સાથે કામ કર્યું હતું અને 2006માં યુએન સેક્રેટરી-જનરલના પદ માટે સત્તાવાર ઉમેદવાર તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

  1. Lok Sabha Elections 2024 : અમિત શાહે લોકસભા ચૂંટણી માટે તેલંગણા ભાજપને આપ્યો ટાર્ગેટ, ચેતવણી પણ આપી
  2. Congress Foundation Day: નાગપુરમાં કૉંગ્રેસની મહારેલી, પાર્ટી લોકસભા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે

ABOUT THE AUTHOR

...view details