ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Attempt to Rape in Muzaffarnagar: 17 વિદ્યાર્થિનીઓ સાથે બળાત્કારનો પ્રયાસ, Etv ભારતના રિપોર્ટના આધારે મહિલા આયોગ એક્શનમાં - મુઝફ્ફરનગરના વરિષ્ઠ પોલીસ અધિક્ષક

મુઝફ્ફરનગરમાં 17 યુવતીઓ પર બળાત્કારના પ્રયાસ (Attempt to Rape in Muzaffarnagar)ના સમાચાર Etv ભારત પર ચાલ્યા બાદ રાજ્ય મહિલા આયોગે (state women's commission uttar pradesh) આ સમાચાર ધ્યાને લીધા છે. રાજ્ય મહિલા આયોગે DMને પત્ર લખીને આ મામલે કાર્યવાહી કરવા જણાવ્યું છે. પંચે જિલ્લા વહીવટી તંત્રનો રિપોર્ટ પણ મંગાવ્યો છે.

Attempt to Rape in Muzaffarnagar: 17 વિદ્યાર્થિનીઓ સાથે બળાત્કારનો પ્રયાસ, Etv ભારતના રિપોર્ટના આધારે મહિલા આયોગ એક્શનમાં
Attempt to Rape in Muzaffarnagar: 17 વિદ્યાર્થિનીઓ સાથે બળાત્કારનો પ્રયાસ, Etv ભારતના રિપોર્ટના આધારે મહિલા આયોગ એક્શનમાં

By

Published : Dec 7, 2021, 4:05 PM IST

  • 2 ખાનગી શાળાના સંચાલકો સામે જાતીય શોષણનો આરોપ
  • બીજી સ્કૂલમાં પ્રેક્ટિલ પરીક્ષા આપવા લઈ ગયા, આખી રાત રોકી
  • નશીલો પદાર્થ આપીને જાતીય શોષણ કર્યું હોવાનો આરોપ

લખનૌ: ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં 2 ખાનગી શાળાના સંચાલકો સામે જાતીય શોષણ (Attempt to Rape in Muzaffarnagar)ના આરોપમાં નવો વળાંક આવ્યો છે. Etv ભારતના સમાચારને ધ્યાનમાં લઈને યુપી રાજ્ય મહિલા આયોગે (state women's commission uttar pradesh) મુઝફ્ફરનગર જિલ્લા વહીવટીતંત્ર (muzaffarnagar district administration)ને પત્ર લખ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, આ મામલે ચાલી રહેલી તમામ માહિતી મહિલા આયોગને વહેલી તકે ઉપલબ્ધ કરાવવામાં આવે.

નશીલો પદાર્થ પીવડાવીને જાતીય શોષણ

ઉલ્લેખનીય છે કે સોમવારે વિદ્યાર્થિનીઓના પરિવારજનોએ 2 શાળાના સંચાલકો પર આરોપ લગાવ્યો હતો કે, પ્રેક્ટિકલ પરીક્ષાના નામે તેમને એક શાળામાં આખી રાત રોકવામાં આવી હતી. ત્યાં વિદ્યાર્થિનીઓને નશીલા પદાર્થ (students drugged in muzaffarnagar) ખવડાવીને તેમનું જાતીય શોષણ કરવામાં આવ્યું હતું.બળાત્કારનો પ્રયાસ પણ થયો છે. આ બાબતની માહિતી વિદ્યાર્થિનીઓના પરિવારજનોને આપવામાં આવતાં પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.

મહિલા આયોગે ઘટનાને શરમજનક અને નિંદનીય ગણાવી

પોલીસે આ બાબતે ઉદાસીન વલણ અપનાવ્યું હોવાનો આરોપ છે. સોમવારે ભાજપના ધારાસભ્યના દબાણ પછી વરિષ્ઠ પોલીસ અધિક્ષકે (senior superintendent of police muzaffarnagar) મામલાની સંજ્ઞા લીધી અને મામલો પ્રકાશમાં આવ્યો. મંગળવારના Etv Bharatએ આ સમાચારને મુખ્યત્વે પ્રકાશિત કર્યા હતા. Etv Bharatના સમાચાર પર સંજ્ઞાન લેતા મહિલા આયોગે મુઝફ્ફરનગર DMને પત્ર લખ્યો છે. રાજ્ય મહિલા આયોગની ઉપાધ્યક્ષે પત્ર લખ્યો કે, Etv Bharatની વેબસાઇટ પર છપાયેલા સમાચાર દ્નારા જાણકારી મળી છે. ઉપરોક્ત બાબતની ગંભીરતાને ધ્યાને લઈ આ બાબતની સ્વતઃ સંજ્ઞાન લેવામાં આવી છે. મહિલા આયોગે આ ઘટનાને શરમજનક અને નિંદનીય ગણાવીને નારાજગી વ્યક્ત કરી છે.

વિદ્યાર્થિનીઓએ બીજી સ્કૂલમાં આખી રાત રોકાવું પડ્યું

આરોપ છે કે આ ઘટના 18 નવેમ્બરના રોજ બની હતી, જ્યારે મેનેજર એક સ્કૂલમાં અભ્યાસ કરતી 17 છોકરીઓને પ્રેક્ટિલ પરીક્ષા (muzaffarnagar school practical exam) અપાવવા માટે બીજી સ્કૂલમાં લઇ ગયા હતા. અહીં વિદ્યાર્થિનીઓએ આખી રાત રોકાવું પડ્યું. પીડિતાઓની ફરિયાદ પ્રમાણે બંને આરોપી મેનેજરોએ છોકરીઓને કથિત રીતે નશીલો પદાર્થ પીવડાવીને તેમનું જાતીય શોષણ કર્યું અને બળાત્કાર કરવાનો પ્રયત્ન કર્યો હતો.

આ પણ વાંચો: Farmers death during kisan andolan : સરકાર પાસે નથી એટલે કોંગ્રેસ ખેડૂતોના મોતનો આંકડો આપે છે

આ પણ વાંચો: BJP Parliamentary Meeting: વડાપ્રધાન મોદી સંસદ ન આવતા સાંસદોને આપ્યો ઠપકો

ABOUT THE AUTHOR

...view details