આગ્રા : જિલ્લાના આગ્રા-દિલ્હી નેશનલ હાઈવે પર ગુરુદ્વારા ગુરુ કા તાલ કટ પાસે શનિવારે બપોરે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. બેકાબૂ ટ્રકે પાછળથી ઓટોને જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે ઓટોમાં સવાર પાંચેય મુસાફરોના મોત થયાં હતાં. અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળાં ઉમટી પડ્યા હતાં.તો અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ પણ પહોંચી ગઈ હતી. પોલીસ ઘટનાની વધુ તપાસ કરી રહી છે.
માતેલા સાંઢ જેવી ધસી આવેલી ટ્રકે ઓટોને ટક્કર મારી, ઘટનાસ્થળે જ પાંચના મોત - UP Road Accident
આગરા દિલ્હી નેશનલ હાઈવે પર એક ટ્રકે ઓટોને ટક્કર મારી હતી.આ અકસ્માતમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યાં છે અને કેટલાક લોકોને ઇજા થઇ હોવાનું કહેવાય છે. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.
Published : Dec 2, 2023, 5:49 PM IST
ટ્રક પાછળથી ઓટો સાથે અથડાઈ: આગરાના સિકંદરા પોલીસ સ્ટેશન હેઠળ આગ્રા-દિલ્હી નેશનલ હાઈવે પર શનિવારે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. પાંચ લોકોના મોતની માહિતી સામે આવી રહી છે. એક ઓટો સિકંદરાથી ગુરુદ્વારા ગુરુ કા તાલ સ્થિત ભગવાન ટોકીઝ તરફ આવી રહી હતી. ગુરુદ્વારા કટ પાસે પાછળથી આવી રહેલા એક બેકાબૂ ટ્રકે તેને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ઓટોમાં બેઠેલા મુસાફરોને બચવાની તક મળી ન હતી. ઓટોમાં સવાર પાંચ મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. જ્યારે ઓટો ચાલકનું પણ મોત થયું છે.
અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો : અકસ્માતને પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયાં હતાં. અકસ્માત અંગે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ થોડી જ વારમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માત બાદ હાઈવે પર થોડો સમય જામ થઈ ગયો હતો. પોલીસે રાહદારીઓની મદદથી વાહનને રસ્તા પરથી હટાવ્યું હતું. અકસ્માતમાં ઓટોનો ટ્રકની ટક્કરમાં કડૂસલો વળી ગયો હતો. પોલીસે મહામુશ્કેલીથી ઓટોની અંદર ફસાયેલા મૃતદેહોને બહાર કાઢ્યાં હતાં. મૃત્યુ પામેલાઓમાં કેટલીક મહિલાઓનો પણ સમાવેશ થાય છે. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.