ગુજરાત

gujarat

ETV Bharat / bharat

UP prisoners: યુપીની જેલમાં બંધ કેદીઓ પણ નિહાળશે રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, આવી રીતે... - ઉત્તરપ્રદેશ ન્યૂઝ

અયોધ્યામાં રામ લલ્લાના પ્રાણ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દરેક રામ ભક્ત આ ખાસ ક્ષણનો સાક્ષી બનવા માંગે છે, આ શ્રેણીમાં કેદીઓને જેલમાં મોટી એલઈડી સ્ક્રીન (યુપી જેલ પ્રાણ પ્રતિષ્ઠા બ્રોડકાસ્ટ) દ્વારા કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ પણ બતાવવામાં આવશે.

યુપીની જેલમાં કેદીઓ માટે લગાવાશે એલઈડી સ્ક્રીન
યુપીની જેલમાં કેદીઓ માટે લગાવાશે એલઈડી સ્ક્રીન

By ETV Bharat Gujarati Team

Published : Jan 5, 2024, 9:49 AM IST

લખનઉઃઅયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાની છે. જેમાં દેશ અને દુનિયાના દરેક રામ ભક્ત ટીવી અને સોશિયલ મીડિયાના માધ્યમથી આ ખાસ ક્ષણના સાક્ષી બનશે. ત્યારે યુપીની જેલમાં બંધ કેદીઓ માટે પણ ખાસ વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે. કેદીઓ પોતાને આ ઐતિહાસિક પળથી પોતાને દૂર ન સમજે તે માટે ટીવી પર જીવંત પ્રસારણ દ્વારા તેમને રામ લલાના પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ બતાવવામાં આવશે. યુપીની તમામ જેલોમાં આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેલ મંત્રીએ તમામ જેલ પ્રશાસનને આદેશ જારી કર્યા છે. જેલમાં એલઈડી સ્ક્રીન લગાવવાની સૂચના આપવામાં આવી છે.

જેલ મંત્રીએ ઉઠાવ્યા અનેક પગલાઃ યુપીની તમામ જેલના કેદીઓને સુધારવા અને તેમને આધ્યાત્મિકતા તરફ લઈ જવા માટે ઘણા પ્રયાસ કરનારા જેલ મંત્રી ધરમવીર પ્રજાપતિ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે સમગ્ર દેશ લાંબી રાહ જોયા બાદ રામલલ્લાને પોતાના મંદિરમાં પ્રવેશતા જોશે, ત્યારે જેલના કેદીઓ પણ આ ઐતિહાસિક પળથી દૂર ન રહી શકે તે માટે, જેલમાં એલઇડી સ્ક્રીન લગાવવામાં આવશે, અને પ્રાણ પ્રતિષ્ઠાનું લાઇવ ટેલિકાસ્ટ દ્વારા બતાવવામાં આવશે. આ પહેલા પણ જેલ મંત્રીએ ઘણા નિર્ણયો લીધા છે. હાલમાં જ જેલમાં મંત્રીએ વહેલી સવારે ગાયત્રી મંત્ર અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાની સૂચના આપી હતી.

કેદીઓ ટીવી પર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ નિહાળશે: એટલું જ નહીં મંત્રીએ કેદીઓને હનુમાન ચાલીસા અને સુંદરકાંડ પુસ્તકનું વિતરણ કરવાનો પણ નિર્ણય લીધો હતો. તેમણે કહ્યું હતું કે જેલમાં કેદીઓ સતત હનુમાન ચાલીસા અને સુંદરકાંડ પુસ્તકની માંગ કરી રહ્યા છે. આ કારણોસર, ગીતા પ્રેસ ગોરખપુરમાંથી સુંદરકાંડ અને હનુમાન ચાલીસાની 50 હજાર નકલો પણ મંગાવવામાં આવી હતી. જે ટૂંક સમયમાં તમામ જેલોમાં વહેંચવામાં આવશે. હવે મંત્રીએ કહ્યું છે કે 22 જાન્યુઆરી માત્ર દેશ માટે જ નહીં પરંતુ વિશ્વ માટે એક મોટો દિવસ છે. અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. આ મહોત્સવમાં પીએમ મોદી સહિત દેશ-વિદેશના સેંકડો રામ ભક્તો ભાગ લેશે. આવી સ્થિતિમાં કેદીભાઈઓને પણ ટીવી પર કાર્યક્રમો બતાવવામાં આવશે.

  1. રામ મંદિર પર બાબા રામદેવની વિપક્ષને સલાહ, અભદ્ર ટીપ્પણીઓ બંધ કરો નહિતર...
  2. Maharashtra News: યુપી એટીએસ દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સંદર્ભે રચાતા ષડયંત્રનો પર્દાફાશ કરાયો

ABOUT THE AUTHOR

...view details