ઉત્તરપ્રદેશ : તાજેતરમાં મધ્યપ્રદેશ ગૃહ વિભાગે સુપ્રીમ કોર્ટના આદેશના આધારે મહિલા કોન્સ્ટેબલને લિંગ પરિવર્તન માટે મંજૂરી આપી હતી. પરંતુ જો મહિલા હોવાના આધારે નોકરી આપવામાં આવી હશે તો મહિલા કર્મચારીને જે લાભ આપવામાં આવશે તે આપવામાં આવશે નહીં, તેવી શરત સાથે મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ હાલમાં ઉત્તરપ્રદેશ પોલીસે મધ્ય પ્રદેશ પોલીસ પાસેથી આ અંગે અભિપ્રાય માંગ્યો છે. કારણે મધ્યપ્રદેશની મહિલા પોલીસકર્મીને લિંગ પરિવર્તનની મંજૂરી મળ્યા બાદ ઉત્તરપ્રદેશની ચાર મહિલા પોલીસકર્મીઓએ પણ લિંગ પરિવર્તન માટે અરજી કરી હતી.
MP પોલીસ પાસે અભિપ્રાય માંગ્યો : ઉત્તર પ્રદેશના ગોરખપુર, ગોંડા, સીતાપુર અને અયોધ્યામાં તૈનાત ચાર મહિલા કોન્સ્ટેબલોએ લિંગ પરિવર્તન માટે DGP હેડક્વાર્ટરમાં અરજી કરી છે. એટલું જ નહીં તેઓ હાઈકોર્ટનો સંપર્ક કરવાની પણ તૈયારી કરી રહ્યા છે. હવે ઉત્તરપ્રદેશ પોલીસ વિભાગ મૂંઝવણમાં છે કે, આ મહિલા કોન્સ્ટેબલોની અરજી પર નિર્ણય કેવી રીતે લેવો. તેથી DGP હેડક્વાર્ટરએ લિંગ પરિવર્તનની મંજૂરી કેવી રીતે આપવી અને લિંગ પરિવર્તન પછી તેમની દળમાં શું ભૂમિકા હશે તે જાણવા માટે મધ્યપ્રદેશ પોલીસ પાસેથી અભિપ્રાય માંગ્યો છે.
લિંગ પરિવર્તન : મધ્ય પ્રદેશના ગૃહ વિભાગે ઓગસ્ટ મહિનામાં રતલામમાં તૈનાત એક મહિલા કોન્સ્ટેબલને લિંગ પરિવર્તનની પરવાનગી આપતા જણાવ્યું હતું કે, મહિલા કોન્સ્ટેબલ બાળપણથી જ લિંગ ઓળખની અસાધારણતા ધરાવે છે. દિલ્હીના મનોચિકિત્સક ડો. રાજીવ શર્માએ આ અંગે માહિતી આપી હતી. ત્યારબાદ મનોચિકિત્સકે મહિલા કોન્સ્ટેબલને તેનું લિંગ બદલવાની સલાહ આપી હતી. મધ્યપ્રદેશ સરકારે કાયદા વિભાગની પરવાનગી લીધા બાદ મહિલા કોન્સ્ટેબલને લિંગ પરિવર્તનની મંજૂરી આપી હતી.
મહિલા પોલીસકર્મીની નોકરી જશે ? ઉલ્લેખનિય છે કે, મધ્યપ્રદેશના ગૃહ વિભાગે ગયા ઓગસ્ટ મહિનામાં રતલામ જિલ્લામાં તૈનાત એક મહિલા કોન્સ્ટેબલને અને વર્ષ 2021માં નિવારી જિલ્લામાં તૈનાત એક મહિલા કોન્સ્ટેબલને લિંગ પરિવર્તનની મંજૂરી આપી હતી. આ કારણ છે કે, UP પોલીસે આ અંગે MP પોલીસ પાસેથી અભિપ્રાય માંગ્યો છે. જોકે, મધ્યપ્રદેશ ગૃહ વિભાગે આદેશમાં સ્પષ્ટ કર્યું હતું કે, લિંગ પરિવર્તન પછી મહિલા કોન્સ્ટેબલને મહિલા કર્મચારી તરીકે ઉપલબ્ધ સુવિધાઓનો લાભ મળશે નહીં.
- Students Slapped Issue: સુપ્રીમ કોર્ટે વિદ્યાર્થીને લાફો મારવાની ઘટનાની તપાસ માટે IPSની નિમણુકનો આદેશ કર્યો
- Asian Games 2023 : ભારતીય મહિલા ટીમે 10 મીટર એર રાઈફલમાં સિલ્વર મેડલ જીત્યો