લખનઉ: જો કોઇના થૂંકવાથી પણ કમાણી થઇ શકે જો તમારે આ શીખવું હોય તો ઉત્તરપ્રદેશ પોલીસ પાસેથી શીખી શકાય.. જેમણે કોવિડ-19 સાથે જોડાયેલા નિમયોનું ઉલ્લંઘન કરનાર લોકો પાસેથી એક વર્ષમાંથી 250 કરોડથી પણ વધારે રૂપિયાની કમાણી થઇ રહી છે. તેમાં 47,60,312 રૂપિયા તો ફ્ક્ત રોડ પર થુકવનાર લોકો પાસેથી એકઠા કરવામાં આવ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે આમ છતાં લોકો સુધવાનું નામ નથી લેતા ભલેને વાત પછી તેમના જીવની જ કેમ ન હોય. કોઇ માસ્ક પહેર્યા વગર ફરવામાં તેની શાન સમજે છે તો કોઇ રોડ પર થૂંકીને કોરોના ફેલાવવામાં મદદ રૂપ થઇ રહ્યો છે.
યુપી પોલીસે જાહેર કર્યા આંકડા
યુપી પોલીસ મુખ્યાલયે જાહેર કરેલા આંકડા મુજબ ઉત્તરપ્રદેશમાં કોવિડ સંબંધી લોકડાઉનનું ઉલ્લંઘન કરવા માટે 55,73,783 લોકો પાસેથી દંડ વસૂલ્યો છે. આ દંડમાંથી 90,42,76,304 રૂપિયા વસૂલવામાં આવે છે. કોરોનાને ફેલાતો રોકવા માટે દરેક વ્યક્તિએ માસ્ક લગાવવું અનિવાર્ય છે. બેદરકાર લોકોની વધતી સંખ્યા જોઇને યુપી સરકારે દંડની રકમ પણ વધારી દીધી છે.
વધુ વાંચો:GMERSની હડતાલને લીધે ગાંધીનગર સિવિલમાં મ્યુકોરમાઇકોસિસના દર્દીઓની સર્જરી મોડી શરૂ થઈ
કડક રીતે થઇ રહી છે કાર્યવાહી