- UP માં લવ જેહાદનો પ્રથમ કેસ
- લવ જેહાદનો કાયદો લાગુ થયા બાદ પ્રથમ કેસ નોંધાયો
- હાલ આરોપી ફરાર છે
ઉત્તર પ્રદેશ : લવ જિહાદમાં કાનૂન લાગુ થયા બાદ બરેલીના દેવરનિયા પોલીસ સ્ટેશનમાં આ મામલે પહેલો કેસ નોંધાયો છે. જેમાં ઉવેશ અહમદ નામના યુવક પર કેસ દાખલ કરવામાં આવ્યો છે. ઉવેશ અહેમદ પર એક યુવતી પર બળજબરીથી ધર્મ પરિવર્તનનું દબાણ કરવાનો આરોપ લાગ્યો છે. હાલ આરોપી ફરાર છે.
યુવક બળજબરીથી યુવતી પર કરતો હતો ધર્મ પરિવર્તનને લઇને દબાણ
આપને જણાવી દઇએ કે, ઘર્મ પરિવર્તનને લઇને પોલીસે પહેલો કેસ દાખલ કર્યો છે. આરોપ છે કે, એક યુવક બળજબરીથી એક યુવતી પર ધર્મ પરિવર્તનને લઇને દબાણ કરતો હતો. જ્યારે યુવતીએ તેનો વિરોધ કરતા તે યુવક યુવતીના પિતા અને પરિવારને જાનથી મારી દેવાની ઘમકી આપતો હતો. પીડિય યુવતીના ફરિયાદ પર પોલીસે કેસ દાખલ કર્યો છે અને આરોપીને તપાસ શરૂ કરી છે. યુપીમાં આ પહેલો કેસ દાખલ થયો છે. જેમાં ફરિયાદ મળતાં પોલીસે કેસ દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. આપને જણાવી દઇએ કે, મંગળવારે આયોજીત કેબિનેટ બેઠકમાં ઉત્તર પ્રદેશમાં કાયદા વિરુદ્ધ ધર્મ પરિવર્તન માટે રાજ્યપાલ આનંદીબેન પટેલે પણ મંજૂરી આપી દીધી છે.
આ પણ વાંચો : યોગી કેબિનેટમાં લવ જેહાદ ઓર્ડિનન્સ પાસ