ગુજરાત

gujarat

ઉત્તર પ્રદેશમાંથી વિસ્ફોટકો સાથે PFIનાં બે આતંકીઓ ઝડપાયા, વસંત પંચમીના કાર્યક્રમોમાં હુમલાનું હતું ષડયંત્ર

By

Published : Feb 17, 2021, 9:11 AM IST

વસંત પંચમીના દિવસે જ ઉત્તર પ્રદેશ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા આતંકી હુમલાની યોજનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. CAAનાં વિરોધ સમયે ચર્ચામાં આવેલા સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા(PFI)નાં બે સભ્યોની ગુડંબા વિસ્તારમાંથી ધરપકડ કરી છે.

ઉત્તર પ્રદેશમાંથી વિસ્ફોટકો સાથે PFIનાં બે આતંકીઓ ઝડપાયા
ઉત્તર પ્રદેશમાંથી વિસ્ફોટકો સાથે PFIનાં બે આતંકીઓ ઝડપાયા

  • CAAના હિંસક વિરોધ માટે PFI જવાબદાર હોવાનો સરકારે કર્યો હતો દાવો
  • આ વખતે પકડાયેલા આતંકીઓ વસંત પંચમીના કાર્યક્રમો પર નિશાન સાધવાના હતા
  • આરોપીઓ પાસેથી વિસ્ફોટકો કબ્જે કરીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

લખનઉ: ઉત્તર પ્રદેશ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ(STF)એ CAA સામે હિંસક વિરોધ પ્રદર્શનમાં શામેલ સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા(PFI)નાં બે સભ્યોની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી વિસ્ફોટકો મળી આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

આરોપીઓ પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટકો મળ્યા

એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ પ્રશાંત કુમારે મોડી સાંજે પત્રકારોને જણાવ્યું હતું કે, STF દ્વારા ગુડંબા વિસ્તારમાંથી PFIના સક્રિય સભ્યો અનસદ બદરૂદ્દીન અને ફિરોઝ ખાનની ધરપકડ કરી છે. તેઓનો ઉદ્દેશ્ય વસંત પંચમી નિમિત્તે દેશના જુદા જુદા વિસ્તારોમાં યોજાનાર કાર્યક્રમોમાં આતંકવાદી હુમલાઓ કરવાનો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી મોટી સંખ્યામાં વિસ્ફોટકો મળી આવ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે CAAનાં વિરોધમાં ડિસેમ્બર 2019માં થયેલા હિંસક પ્રદર્શનનાં મામલામાં સરકારે PFI સંગઠનને દોષી ઠેરવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details