- સરકારે રાહુલ ગાંધીના નેતૃત્વમાં લખીમપુર ખેરીની મુલાકાત લેવાની પરવાનગી નકારી દીધી દિધી
- કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે મુલાકાત લેવાની પરવાનગી માંગી હતી
- પ્રિયંકા ગાંધીએ વીડિયો જાહેર કર્યો હતો
લખીમપુર હિંસા: ઉત્તરપ્રદેશ સરકારે રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસના પ્રતિનિધિમંડળને લખીમપુર ખેરીની મુલાકાત લેવાની પરવાનગી નકારી દીધી છે. રાહુલ ગાંધી બુધવારે લખનૌ અને પછી લખીમપુર ખેરી જવા માંગે છે, જેથી હિંસામાં માર્યા ગયેલા ખેડૂતોના પરિવારજનોને મળી શકે અને શોક વ્યક્ત કરી શકે. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સંગઠન મહાસચિવ કે.સી.વેણુગોપાલે યોગી આદિત્યનાથને એક પત્ર મોકલ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે 6 ઓક્ટોબરે રાહુલ ગાંધીના નેતૃત્વમાં પાર્ટીનું પાંચ સભ્યોનું પ્રતિનિધિમંડળ લખીમપુર ખેરીની મુલાકાત લેશે.
કોંગ્રેસ ભેદભાવનો આક્ષેપનો આક્ષેપ
ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાને જણાવ્યું છે કે, રાજ્ય સરકારે ઉત્તરપ્રદેશના અનેક રાજકીય પક્ષોના નેતાઓ અને પશ્ચિમ બંગાળ (તૃણમૂલ કોંગ્રેસ) ના એક મોટા પક્ષને લખીમપુર ખેરીની મુલાકાત લેવાની મંજૂરી આપી છે, પરંતુ કોંગ્રેસના નેતાઓને મંજૂરી આપવામાં આવી નથી. વેણુગોપાલે કહ્યું કે, કોંગ્રેસના પ્રતિનિધિ મંડળને પણ મુલાકાતની મંજૂરી આપવી જોઈએ. રાહુલ ગાંધીના લખનૌ આગમનને લગતી તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. અગાઉ શિવસેના નેતા સંજય રાઉતે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. બેઠક બાદ તેમણે કહ્યું હતું કે, તેમણે કોંગ્રેસના પ્રતિનિધિ મંડળની લખીમપુર ખેરી મુલાકાત અંગે પણ ચર્ચા કરી હતી. બેઠક પહેલા તેમણે એમ પણ કહ્યું હતું કે પ્રિયંકા ગાંધીની ધરપકડ કરવામાં આવી છે, તેથી રાહુલ ગાંધીને મળવું જરૂરી છે. જો કાયદો બધા માટે સમાન છે, તો પછી પ્રિયંકા ગાંધી જેલમાં કેમ છે અને પ્રઘાનો મુક્તપણે કેમ ફરતા હોય છે.