ગુજરાત

gujarat

ETV Bharat / bharat

યુપી સરકારનું ટિ્વટર એકાઉન્ટ થયું હેક, માહિતી વિભાગે કર્યું ફેક્ટ ચેક - માહિતી વિભાગનું ટિ્વટર એકાઉન્ટ હેક

યુપી સરકાર અને માહિતી વિભાગનું ફેક્ટ ચેક ટિ્વટર એકાઉન્ટ(UP Government Twitter account hacked) સોમવારે હેક કરવામાં આવ્યું હતું. હેકર્સ દ્વારા આ એકાઉન્ટ્સ પર ઘણી ટિ્વટ કરવામાં આવી હતી. જે બાદ તેને રિકવર કરવાનો પ્રયાસ શરૂ થયો હતો.

ટિ્વટર એકાઉન્ટ હેક મુદ્દે યુપી સરકાર અને માહિતી વિભાગનું ફેક્ટ ચેક
ટિ્વટર એકાઉન્ટ હેક મુદ્દે યુપી સરકાર અને માહિતી વિભાગનું ફેક્ટ ચેક

By

Published : Apr 11, 2022, 5:41 PM IST

લખનઉઃઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની ઓફિસ (UP CM Office Twitter Account)નું ટિ્વટર હેન્ડલ 8 એપ્રિલની મોડી રાત્રે હેક (UP Government Twitter account hacked) કરવામાં આવ્યું હતું.સીએમ ઓફિસનું ટિ્વટર હેન્ડલ હેક થયાના 48 કલાક બાદ યુપી સરકાર @UPGovtનું ટિ્વટર હેન્ડલ હેક કરવામાં આવ્યું છે.

ટિ્વટર એકાઉન્ટ હેક મુદ્દે યુપી સરકાર અને માહિતી વિભાગનું ફેક્ટ ચેક

આ પણ વાંચો:PM Modiનું ટ્વિટર એકાઉન્ટ થયું હેક, PMOએ ટ્વિટ કરી આપી જાણકારી

હેકરે પોતાને @Azukiofficialના સહ-સ્થાપક તરીકેની ઓળખ આપી છે. આ અંગે યુપીના સાયબર એસપી ત્રિવેણી સિંહે જણાવ્યું કે, મામલાની તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે તાજેતરમાં માહિતી પ્રાપ્ત થઈ છે કે માહિતી વિભાગનું ફેક્ટ ચેક ટિ્વટર હેન્ડલ (Information department Twitter account hacked) પણ હેક કરવામાં આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, હેકરે 8 એપ્રિલની મોડી રાત્રે 12:40 કલાકે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની ઓફિસ @CMOfficeUPનું સત્તાવાર ટિ્વટર હેન્ડલ હેક કર્યું હતું. હેકર્સે બાયોમાં પોતાને @BoredApeYC અને @yugalabs ના સહ-સ્થાપક તરીકેની ઓળખ આપી હતી. આ બંને કંપનીઓ ક્રિપ્ટોકરન્સી સાથે સંબંધિત છે.

આ પણ વાંચો:વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઈટનું ટ્વિટર એકાઉન્ટ હેક

સાથે જ આ ઘટના બાદ ચકચાર મચી ગઈ હતી. આ પછી અધિકારીઓએ ઉતાવળમાં ટિ્વટરનો સંપર્ક કર્યો હતો. ટિ્વટરનો સંપર્ક કર્યાના લગભગ 30 મિનિટ પછી, એકાઉન્ટ ફરીથી પુનઃપ્રાપ્ત થઈ શકે છે. મુખ્યપ્રધાનના સરકારી કાર્યાલયના ટિ્વટર હેન્ડલ પર આ પ્રકારના હેકિંગથી સાયબર સુરક્ષાને લઈને ઘણા પ્રશ્નો ઉભા થયા છે.

ABOUT THE AUTHOR

...view details