બદાઉન (ઉત્તર પ્રદેશ):વર્ષ 2017માં એક યુવાન દંપતીની (A young couple murdered) હત્યાના કેસમાં, ઉત્તર પ્રદેશની કોર્ટે એક જ પરિવારના 4 સભ્યોને મૃત્યુદંડની સજા ફટકારી હતી. જિલ્લા ન્યાયાધીશ પંકજ અગ્રવાલે ગુરુવારે, કિશનપાલ, તેની પત્ની જલધારા અને તેમના પુત્રો - વિજયપાલ અને રામવીરને મૃત્યુદંડની (Death Penalty From Uttar Pradesh) સજા સંભળાવી હતી. એમ ફરિયાદ પક્ષના વકીલ અનિલ કુમાર સિંહે જણાવ્યું હતું.
એક પરિવારના 4 સભ્યોને ફાંસીની સજા, પાંચ વર્ષે કેસ ઉકેલાયો - 2017માં એક યુવાન દંપતીની હત્યા
સામાન્ય રીતે જ્યારે પણ કોઈને ફાંસીની સજા થાય છે ત્યારે હૈયું હચમચી જાય છે. પણ ઉત્તર પ્રદેશના બદાઉનમાંથી એક જ પરિવાર ચાર વ્યક્તિઓને ફાંસીના માંચડે લટકાવી દેવાનો કોર્ટે આદેશ કરતા ચકચાર મચી ગઈ છે. વર્ષ 2017માં એક યુવાન દંપતીની હત્યાના (A young couple murdered) કેસમાં અહીંની કોર્ટે એક પરિવારના 4 સભ્યોને મૃત્યુદંડની (Death Penalty From Uttar Pradesh) સજા ફટકારી હતી. આ કેસની ચર્ચા સમગ્ર જિલ્લામાં થઈ રહી છે.

લગ્નના બહાને પગલુંઃતારીખ14 મે, 2017 ના રોજ, ઉરૈના ગામના રહેવાસી પપ્પુ સિંહે, તેમના પુત્ર ગોવિંદ અને કિશનપાલની પુત્રી આશાના પ્રેમ સંબંધને લઈને કુહાડી વડે હત્યા કરવા બદલ 4 વ્યક્તિઓ સામે કેસ નોંધ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, હત્યા પહેલા ગોવિંદ અને આશાને લગ્નના બહાને દિલ્હીથી ગામમાં પાછા બોલાવવામાં આવ્યા હતા. કિશનપાલે ગોવિંદના માથા પર પાછળથી કુહાડી મારી હતી. તેનું મોત નીપજ્યું હતું.
પાડોશીઓએ પોલીસ બોલાવી:ગોવિંદને બચાવવાનો પ્રયાસ કરતાં 4 દોષિતોએ આશા પર પણ હુમલો કર્યો અને તેની હત્યા કરી નાખી. અનિલે જણાવ્યું હતું કે, આશા અને ગોવિંદ દિલ્હી જવા રવાના થઈ ગયા હતા. તેમના પરિવારો દ્વારા એકબીજાને મળવાની મનાઈ હોવા છતા તેઓ ત્યાં રહેવા લાગ્યા હતા. પાડોશીઓએ પરિવારના સભ્યોને મૃતદેહના નિકાલ માટે લઈ જતા જોયા હતા અને પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ, તે જ દિવસે કિશનપાલની ધરપકડ કરવામાં આવી હતી અને 2 દિવસ પછી પરિવારના અન્ય સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી.