લખનઉઃ ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી 2022 (UP Assembly Election 2022) માટે આજે (ગુરુવારે) પહેલા તબક્કાનું મતદાન (UP Election First Phase Voting) શરૂ થઈ ગયું છે. આજે 11 જિલ્લાની 58 બેઠકો માટે મતદાન થઇ રહ્યું છે. સાંજે 5 વાગ્યા સુધી સમગ્ર રાજ્યમાં 57.79 ટકા મતદાન થયું છે. શામલી અત્યાર સુધી મતદાનમાં સૌથી આગળ છે. બીજી તરફ ગાઝિયાબાદની સાથે નોઈડા પણ વોટિંગમાં સંયુક્ત રીતે પાછળ છે.
વડાપ્રધાન દ્વારા મતદાતાઓને અપીલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi on UP Elections) ટ્વિટ કરી લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી. આ ઉપરાંત મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે (Yogi Adityanath on UP Elections) પણ લોકોને પહેલા મતદાન અને પછી અન્ય કામ કરવા અપીલ કરી હતી. પહેલા તબક્કાની 58 બેઠકોમાંથી 53 બેઠક પર ભાજપે વર્ષ 2017માં કબજો જમાવ્યો હતો. મતદાન સાથે જોડાયેલી પળેપળની અપડેટ માટે જોડાયેલા રહો ETV Bharat સાથે.
આ પણ વાંચો-PM Modi exclusive interview : પારિવારિક પક્ષો લોકશાહીના સૌથી મોટા દુશ્મન છે : પીએમ મોદી
સાંજે 6 વાગ્યા સુધી થશે મતદાન
પ્રથમ તબક્કામાં જે જિલ્લાઓમાં મતદાન થશે. તે તમામ રાજ્યના પશ્ચિમ વિસ્તારના છે. મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગયું છે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. ચૂંટણી પંચની ઓફિસમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રથમ તબક્કાની ચૂંટણી માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ તબક્કામાં શામલી, હાપુડ, ગૌતમ બુદ્ધ નગર, મુઝફ્ફરનગર, મેરઠ, બાગપત, ગાઝિયાબાદ, બુલંદશહેર, અલીગઢ, મથુરા અને આગ્રા જિલ્લામાં મતદાન થશે.
આ પણ વાંચો-Assembly Elections in UP : ગુજરાતમાં ભાજપ દ્વારા યુપીવાસીઓને યોગીને મત આપવા આહવાન
વડાપ્રધાને લોકોને મતદાન કરવા કરી અપીલ
આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi Tweet for UP Election ) કહ્યું હતું કે, આજે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના (UP Assembly Election 2022) પ્રથમ તબક્કાનું (UP Election First Phase Voting) મતદાન છે. તેમણે તમામ મતદારોને કોવિડના નિયમોનું પાલન કરીને લોકશાહીના આ પવિત્ર તહેવારમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અપીલ કરી છે.
પ્રથમ તબક્કામાં 623 ઉમેદવારો મેદાનમાં
આ પહેલા પ્રથમ તબક્કા માટેનો પ્રચાર મંગળવારે સાંજે 5 વાગ્યે પૂર્ણ થયો હતો. પ્રથમ તબક્કાની (UP Election First Phase Voting) ચૂંટણીમાં (UP Assembly Election 2022) કુલ 623 ઉમેદવારો મેદાનમાં છે અને આ તબક્કામાં 2.27 કરોડ મતદારો છે. પ્રથમ તબક્કાની ચૂંટણી (UP Election First Phase Voting) જાટ પ્રભુત્વ ધરાવતા વિસ્તારમાં યોજાશે. આ તબક્કામાં રાજ્ય સરકારના પ્રધાનો શ્રીકાંત શર્મા, સુરેશ રાણા, સંદીપ સિંહ, કપિલ દેવ અગ્રવાલ, અતુલ ગર્ગ અને ચૌધરી લક્ષ્મી નારાયણના રાજકીય ભાવિનો નિર્ણય થશે.
રાજસ્થાન અને હરિયાણાની સરહદો સીલ કરાઈ
વર્ષ 2017માં યોજાયેલી છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં (UP Assembly Election 2022) ભારતીય જનતા પાર્ટી (BJP)એ પ્રથમ તબક્કામાં (UP Election First Phase Voting)58માંથી 53 બેઠકો જીતી હતી. જ્યારે સમાજવાદી પાર્ટી (SP) અને બહુજન સમાજ પાર્ટી (BSP)ને 2-2 બેઠક મળી હતી. આ સિવાય રાષ્ટ્રીય લોકદળ (RLD)ના એક ઉમેદવાર પણ જીત્યા હતા. ચૂંટણીને (UP Assembly Election 2022) ધ્યાનમાં રાખીને ઉત્તરપ્રદેશને અડીને આવેલા રાજસ્થાન અને હરિયાણાની આંતરરાજ્ય સરહદો સહિતની આંતરજિલ્લા સરહદો પણ સીલ કરી દેવામાં આવી છે.
સવારે 7 વાગ્યાથી મતદાન કરવા મતદારો કતારમાં જોવા મળ્યા
મેરઠ, કૈરાના અને હાપુડ વિધાનસભા બેઠકો પર લોકો સવારે 7 વાગ્યાથી મતદાન કરવા માટે કતારમાં ઉભા હતા. આ સાથે જ મતદાન શરૂ થતાં જ મતદારોએ મતદાન કરવાનું શરૂ કરી દીધું હતું.