ગુજરાત

gujarat

ETV Bharat / bharat

UP Election 2022 : ગોરખપુર સદર બેઠકના યોગી આદિત્યનાથની રાજકીય કારકિર્દી - યોગી આદિત્યનાથ રાજકીય કારકિર્દી

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીનું (UP Election 2022)પરિણામ ગુરૂવારે જાહેર થવા જઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીને લઈને 7 તબક્કામાં મતદાન યોજાયું હતું. જાણીએ ગોરખપુર સદર બેઠકના ઉમેદવાર યોગી આદિત્યનાથ ((Yogi Adityanath) ની રાજકીય કારકિર્દી.

UP Election 2022 : ગોરખપુર સદર બેઠકના યોગી આદિત્યનાથ પર સૌની નજર, જાણો તેમની રાજકીય કારકિર્દી
UP Election 2022 : ગોરખપુર સદર બેઠકના યોગી આદિત્યનાથ પર સૌની નજર, જાણો તેમની રાજકીય કારકિર્દી

By

Published : Mar 10, 2022, 12:45 PM IST

ન્યૂઝ ડેસ્કઃ ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીનું (UP Election 2022)પરિણામ ગુરૂવારે ક્રમશઃ જાહેર (UP Election Results 2022) થઈ રહ્યું છે. રાજ્યમાં કુલ 7 તબક્કામાં મતદાન યોજાયું હતું. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશની ગોરખપુર શહેર વિધાનસભા બેઠક પરથી છેલ્લા અપડેટ મુજબ આગળ ચાલી રહ્યા છે. આ લખાય છે ત્યારે યોગી આદિત્યનાથ બીજેપી તરફથી 16569 વોટ, સમાજવાદી પાર્ટીના સુભાવતી શુક્લા 4290 વોટ, કોંગ્રેસના ચેતના પાંડે 226 વોટ, બસપા તરફથી ખ્વાજા શમસુદ્દીન 1042 વોટથી આગળ ચાલી રહ્યા છે.

ભાજપના ઉમેદવાર તરીકે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની જીતના માર્જિનનો પણ નવો રેકોર્ડ સામે આવી શકે છે

2022ની વિધાનસભા ચૂંટણીમાં મતદાનના આંકડા દર્શાવે છે કે આ વખતે આ વિસ્તારમાં અત્યાર સુધીનો રેકોર્ડ બન્યો છે. ગોરખપુર સદર વિધાનસભા ક્ષેત્રમાં 55.12% મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરીને અગાઉની ચૂંટણીઓની મતદાન ટકાવારી પાછળ છોડી દીધી હતી. જો મતદાનની આ વધેલી ટકાવારી અગાઉની ચૂંટણીઓના વલણ પર ટકી રહી તો ભાજપના ઉમેદવાર તરીકે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની જીતના માર્જિનનો પણ નવો રેકોર્ડ સામે આવી શકે છે. ગોરખપુર સદર બેઠકના ઉમેદવાર ભાજપના યોગી આદિત્યનાથ પર નજર જોવા મળી રહી છે. યોગીની રાજકીય કારકિર્દી (Yogi Adityanath Political career ) પર એક નજર.

પાર્ટી - ભારતીય જનતા પાર્ટી

યોગી આદિત્યનાથે પૂરા કર્યાં મુખ્યપ્રધાન પદના પાંચ વર્ષ

મુખ્યપ્રધાન યોગીનું નામ ઘણી વખત હેડલાઇન્સમાં હતું. પરંતુ જ્યારે તેઓ યુપીના મુખ્યપ્રધાન તરીકે તેમના નામની જાહેરાત કરવામાં આવી ત્યારે તેઓ વધુ હેડલાઇન્સમાં જોવા મળ્યા હતાં. 19 માર્ચ 2017ના રોજ તેમણે યુપીના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતાં. યોગી આદિત્યનાથે વર્ષ 1998માં માત્ર 26 વર્ષની વયે લોકસભા ચૂંટણી જીતીને સાંસદ તરીકે શપથ લીધા હતાં.

જન્મ અને પરિવાર

યોગી આદિત્યનાથનો જન્મ 05 જૂન 1972ના રોજ ઉત્તરાખંડના પૌરી ગઢવાલ જિલ્લાના પંચુર ગામમાં ગઢવાલી ક્ષત્રિય પરિવારમાં થયો હતો. યોગી આદિત્યનાથનું મૂળ નામ અજય સિંહ બિષ્ટ છે. તેમના પિતાનું નામ આનંદ સિંહ બિષ્ટ છે, જેઓ ફોરેસ્ટ રેન્જર હતાં. યોગી આદિત્યનાથને ત્રણ બહેનો અને ત્રણ ભાઈઓ છે, જેમાં યોગી પાંચમા નંબરે છે. યોગી આદિત્યનાથ ગોરખપુર શહેર વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે.

શિક્ષણ

ગણિત અને વિજ્ઞાન સ્નાતક, ગણિતમાં MSc

રાજકીય કારકિર્દી

યોગી આદિત્યનાથ અયોધ્યાની ચર્ચા વચ્ચે ગોરખપુર સદરથી ઉમેદવાર બન્યાં

ભાજપ 1989થી સતત આ બેઠક જીતી રહ્યું છે

યોગી આદિત્યનાથ ગોરક્ષનાથ મઠના તત્કાલીન મહંત અવૈદ્યનાથના રાજકીય ઉતરાધિકારી છે

1998માં પહેલીવાર ગોરખપુરથી લોકસભા ચૂંટણી લડ્યા અને 26 વર્ષની ઉંમરે સંસદમાં પહોંચ્યા. ત્યારથી લઈને 2017 સુધી તેઓ સતત પાંચ વખત ગોરખપુરના સાંસદ રહ્યા.

આદિત્યનાથ ગોરખનાથ મઠના મહંત પણ છે

2017માં યુપીના મુખયપ્રધાન બન્યા. ભાજપ યોગી આદિત્યનાથના નેતૃત્વમાં 2022ની વિધાનસભા ચૂંટણી પણ લડી રહી છે

સમાજવાદી પાર્ટી તેમની નીતિ, બુલડોઝર અભિયાન માટે તેમને નિશાન બનાવી રહી છે

સમાજવાદી પાર્ટીએ ભાજપના નેતા ઉપેન્દ્ર શુક્લાની પત્ની શુભવતી શુક્લાને મેદાને ઉતાર્યા છે.

ABOUT THE AUTHOR

...view details