ઉત્તરાખંડ: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિશ્વ પ્રસિદ્ધ ચારધામ પૈકી કેદારનાથ ધામ પહોંચીને બાબા કેદારનાથના દર્શન કર્યા અને રૂદ્રાભિષેક કર્યો. આ દરમિયાન ભગવાન કેદારનાથ સમક્ષ સીએમ યોગીએ વિશ્વમાં સુખ સમૃદ્ધી તેમજ જનકલ્યાણની કામના રહે તેવા બાબ કેદાર પાસે આશીર્વાદ લીઘા. મુખ્યમંત્રી યોગીના આશરે બે કલાક જેવા કાર્યક્રમ દરમિયાન કેદારપુરીમાં સતત જયશ્રી રામ અને હર હર મહાદેવના નારા લોકો લગાવતા રહ્યાં. જ્યાંથી પણ મુખ્યમંત્રી યોગી પસાર થયાં ત્યાં તેમના અભિવાદન માટે શ્રદ્ધાળુ જય જયકાર કરતા નજરે પડ્યાં. જવાબમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ શ્રદ્ધાળુઓનું અભિવાદન કર્યું અને જ્યશ્રી રામ અને બાબા કેદારનો જયકાર કરતા રહ્યાં.
કેદારનાથમાં યોગી: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રવિવારે એટલે કે 8 ઓક્ટોબરે સવારે આશરે 10 વાગ્યે કેદારનાથ હેલીપેડ પહોંચ્યા હતાં. જ્યાં હેલીપેડ પર બદરી કેદાર મંદિર સમિતિના અધ્યક્ષ અજ્ય અજેન્દ્ર સહિત રાજકીય-સામાજીક આગોવાનો અને સરકારી અધિકારીઓ અને પદાધિકારીઓએ મુખ્યમંત્રી યોગીનુ ઉમળકાભેર સ્વાગત કર્યુ હતું. ગણમાન્ય લોકો સાથે મુલાકાત કર્યા બાદ મુખ્યમંત્રી યોગીએ જીએમવીએન અતિથિ ગૃહમાં થોડીવાર આરામ કર્યો. ત્યાર બાદ તીર્થ પુરોહિત સમાજ દંડની આગેવાનીમાં મુખ્યમંત્રી યોગીને મંદિર સુધી લઈ જવામાં આવ્યાં, જ્યાં તેમણે પૂજા અર્ચના કરી.
બદ્રીનાથ ધામના કર્યા દર્શન: નોંધનીય છે કે, ગઈકાલે શનિવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બદરીનાથ ગયાં હતાં. જ્યાં તેમણે ભગવાન બદરી વિશાલના દર્શન કર્યા અને આશીર્વાદ લીધા. અને ત્યારે ગઈકાલે જ મુખ્યમંત્રી યોગીએ કેદારનાથ જવાનો કાર્યક્રમ કર્યો હતો પરંતુ મોસમ ખરાબ હોવાના કારણે તેઓ કેદારનાથ ન જઈ શક્યાં અને આજે રવિવારે તેઓ કેદારનાથ આવી પહોંચ્યાં.