ગુજરાત

gujarat

ETV Bharat / bharat

UPના CM યોગી આદિત્યનાથે મહંત નરેન્દ્રગિરિના પાર્થિવ શરીરના દર્શન કરી તેમને શ્રદ્ધાંજલિ આપી - મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પ્રયાગરાજમાં બાઘંબરી મઠ પહોંચ્યા હતા. અહીં તેમણે મહંત નરેન્દ્રગિરિના પાર્થિવ શરીરના અંતિમ દર્શન કર્યા હતા. તેમણે મહંતને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે, મહંત નરેન્દ્રગિરિના નિધનથી આધ્યાત્મિક સમાજને કદી ન પૂરાય તેવી ખોટ પડી છે. આ ઘટનાથી અમે બધા વ્યથિત છીએ. સંત સમાજ અને રાજ્ય સરકાર તરફથી મેં શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

UPના CM યોગી આદિત્યનાથે મહંત નરેન્દ્રગિરિના પાર્થિવ શરીરના દર્શન કરી તેમને શ્રદ્ધાંજલિ આપી
UPના CM યોગી આદિત્યનાથે મહંત નરેન્દ્રગિરિના પાર્થિવ શરીરના દર્શન કરી તેમને શ્રદ્ધાંજલિ આપી

By

Published : Sep 21, 2021, 2:51 PM IST

  • ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પ્રયાગરાજમાં બાઘંબરી મઠ પહોંચ્યા હતા
  • મુખ્યપ્રધાને મહંત નરેન્દ્રગિરિના પાર્થિવ શરીરના દર્શન કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
  • મહંત નરેન્દ્રગિરિના નિધનથી આધ્યાત્મિક સમાજને કદી ન પૂરાય તેવી ખોટ પડીઃ CM

પ્રયાગરાજઃ મુખ્યપ્રધાન યોગી આધિત્યનાથે આજે મહંત નરેન્દ્રગિરિના પાર્થિવ શરીરના અંતિમ દર્શન કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, નરેન્દ્રગિરિએ સમાજની સેવા કરી છે. કુંભ 2019ને સફળ બનાવવામાં તેમનું મહત્ત્વનું યોગદાન હતું. આ પ્રકારનો સહયોગ નરેન્દ્રગિરિએ આપ્યો હતો.

આ પણ વાંચો-અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્ર ગિરીનું શંકાસ્પદ સંજોગોમાં અવસાન : મૃત્યુંનુ કારણ અકબંધ

આ ઘટનાનો પર્દાફાશ થશેઃ યોગી

મુખ્યપ્રધાને કહ્યું હતું કે, આ ઘટનાનો પર્દાફાશ થશે. 4 ઓફિસર આ ઘટનાની તપાસ કરી રહ્યા છે. દોષીઓને કડક સજા મળશે. મુખ્યપ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, પ્રયાગરાજ કુંભની ભવ્યતા, સુરક્ષા, 13 અખાડા વચ્ચે સંવાદ અને સમન્વય, આચાર્ય ધર્માચાર્યો વચ્ચે સારો સંવાદ અને સન્માન, આ તમામને લઈને તેમણે સુંદર પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો-મહંત નરેન્દ્રગિરિના પોસ્ટમોર્ટમ પછી તેમના અંતિમ સંસ્કાર કરાશે

CM યોગીએ કમિશનર, ADG, IG, DIGને આપ્યા તપાસના આદેશ

મહંત નરેન્દ્રગિરિના મોત મામલામાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કમિશનર, ADG, IG, DIG દ્વારા તપાસ કરવાની વાત કહી છે. આ સાથે જ તેમણે કહ્યું હતું કે, પંચક હોવાના કારણે આજે મહંત નરેન્દ્રગિરિને સમાધી નહીં આપવામાં આવે. બુધવારે પોસ્ટમોર્ટમ થયા પછી મઠ બાઘંબરી ગાદીમાં જ સનાતન પરંપરા અનુસાર તેમનેે સમાધી આપવામાં આવશે. આ સાથે જ મહંત નરેન્દ્રગિરિના મોતના જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

જાર્જ ટાઉન પોલીસ કેસ નોંધીને મામલાની તપાસ કરી રહી છે

અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્રગિરિના મોત મામલામાં તેમના શિષ્ય અમરગિરિના કહેવા પ્રમાણે આનંદગિરિ સામે કેસ નોંધવામાં આવ્યો છે. જાર્જ ટાઉન પોલીસ કેસ નોંધીને મામલાની તપાસ કરી રહી છે. જોકે, સ્યુસાઈડ નોટમાં આનંદગિરિની સાથે મંદિરના મુખ્ય પૂજારી રહેલા આધ્યા તિવારી અને તેના પૂત્ર સંદીપ તિવારીનું નામ નથી નોંધવામાં આવ્યું. નરેન્દ્રગિરિના શિષ્ય અમરગિરિના કારણે ફક્ત આનંદગિરિનું જ નામ નોંધવામાં આવ્યું છે.

અત્યારે કોઈની ધરપકડ નથી કરાઈ, બધા કસ્ટડીમાં છે

બીજી તરફ ADG કાયદા વ્યવસ્થા પ્રશાંત કુમારે કહ્યું હતું કે, આ મામલામાં કોઈ પણ વ્યક્તિની ધરપકડ નથી કરવામાં આવી, તમામ લોકો કસ્ટડીમાં છે. પૂછપરછ પછી જો ધરપકડનો આધાર હશે તો આગળની કાર્યવાહી કરાશે. જે પણ તથ્ય સામે આવશે. તેની પર નિષ્પક્ષ વિવેચના કરાશે. આ મામલામાં સમય નહીં લાગે.

નરેન્દ્રગિરિના મોતથી સંતોમાં નારાજગી

અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્રગિરિની આત્મહત્યા પછી સંતોમાં નારાજગી જોવા મળી છે. અમેઠીથી હંમેશા ચર્ચામાં રહેલા મૌની બાબાએ કહ્યું હતું કે, આટલા સરળ સ્વભાવના હતા કે, તેઓ ક્યારેય આત્મહત્યા ન કરી શકે. તેઓ દરેક પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહેતા હતા. આની પર CBI તપાસની માગ કરવામાં આવી છે.

મહંત નરેન્દ્રગિરિના મોત પછી બધા સંતો તેમના અંતિમ દર્શન માટે આવી રહ્યા છે. મૌની બાબાએ વધુમાં કહ્યું હતું કે, આટલા મોટા સંતને આત્મહત્યા કરવા માટે મજબૂર કર્યા છે. આની પાછળ કોણ છે. આટલા બહાદુર સંતે આત્મહત્યા કેમ કરી લીધી. થોડા દિવસ પહેલાં જ મારી તેમની સાથે મુલાકાત થઈ હતી.

ABOUT THE AUTHOR

...view details