- ઉત્તર પ્રદેશના રાજકારણમાં ગરમાવો
- યોગી સરકારના પ્રધાન મંડળનુ વિસ્તરણ કરવામાં આવ્યું
- રાજ્યપાલ આનંદીબેન પટેલે સાત નવા પ્રધાનોને શપથ લેવડાવ્યા
લખનઉ, ઉત્તર પ્રદેશ :રાજ્યની યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) સરકારના પ્રધાનમંડળનું આજે રવિવારે વિસ્તરણ (UP Cabinet Expansion)કરવામાં આવ્યું છે. રાજ્યપાલ આનંદીબેન પટેલે ( Governor Anandiben Patel )સાત નવા પ્રધાનોને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. જેમાં છત્રપાલ ગેંગવોર, જિતિન પ્રસાદ, પલ્તુ રામ, સંજય ગૌર, ધરમવીર પ્રજાપતિ, સંગીતા બિંદુ અને દિનેશ ખાટીકને શપથ અપાવવામાં આવ્યા હતા.
જિતિન પ્રસાદ કોંગ્રેસના મજબૂત નેતા રહ્યા છે
યોગી પ્રધાનમંડળમાં સામેલ થયેલા જિતિન પ્રસાદ તાજેતરમાં જ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. એવું માનવામાં આવે છે કે, ભાજપે જિતીન પ્રસાદને બ્રાહ્મણ મતદારોને તેમની તરફેણમાં લાવવા માટે આ દાવ રમ્યો છે.
છત્રપાલ સિંહ ગેંગવોર બીજી વખત વિધાનસભામાં પહોંચ્યા છે
યોગી પ્રધાનમંડળમાં છત્રપાલ સિંહ ગંગવારના સમાવેશની ચર્ચા છે. છત્રપાલ સિંહ ગંગવાર બરેલીની બરહેડી વિધાનસભા બેઠક પરના ધારાસભ્ય છે. દામઘોડાના રહેવાસી છત્રપાલ સિંહ ગંગવાર અગાઉ 2007 માં ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર બહેરી વિધાનસભા બેઠક જીત્યા બાદ વિધાનસભામાં પહોંચ્યા હતા. રાજકીય નિષ્ણાતો માને છે કે, યોગી કેબિનેટમાં છત્રપાલ સિંહનો સમાવેશ કરીને આગામી વિધાનસભામાં કુર્મી મતદારોને આકર્ષવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
પલતુ રામ બલરામપુર સદરથી ધારાસભ્ય
યોગી કેબિનેટ વિસ્તરણમાં સ્થાન મેળવનાર પલતુ રામ હાલમાં બલરામપુર સદરની અનામત વિધાનસભા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે. ગોંડા જિલ્લાના પરેડ સરકાર ગામના રહેવાસી પલતુ રામને રાજકારણ વારસામાં મળ્યું નથી, પરંતુ પોતે આ પદ પ્રાપ્ત કર્યું છે.
ધરમવીર પ્રજાપતિ માટી કલા બોર્ડના પ્રમુખ છે