- બન્ને શંકાસ્પદ લોકોનો અલકાયદા સાથે જોડાણ છે
- એટીએસ એ કાકોરીના દુબગ્ગા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 2 આતંકીઓને પકડ્યા
- લખનઉના કાકોરી વિસ્તારમાં દરોડા પાડ્યા હતા
લખનઉ: યુપી એટીએસ એ રવિવારે લખનઉના કાકોરી વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. એટીએસ એ કાકોરીના દુબગ્ગા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બન્ને શંકાસ્પદ લોકોનો અલકાયદા સાથે જોડાણ છે.
આ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીર (Jammu Kashmir): LOC પર આતંકીઓ સાથે અથડામણમાં એક જવાન ઘાયલ
ATSએ મોટા કારસ્તાનનો પર્દાફાશ કર્યો
શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવતા આ બન્ને પાસેથી પ્રેશર કૂકર બોમ્બ અને અન્ય હથિયારો મળી આવ્યા છે. યુપીના ADG, લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમાર આ સમગ્ર ઘટના સંદર્ભે એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે, યુપી ATSએ મોટા કારસ્તાનનો પર્દાફાશ કર્યો છે. તેમણે કહ્યું કે, યુપી ATSએ અંસાર ગજવાતુલ હિન્દ સાથે સંકળાયેલા બે આતંકવાદીઓની ધરપકડ કરી છે.
પાકિસ્તાન અલકાયદા દ્વારા સંચાલિત
ઉત્તરપ્રદેશના ADG પ્રશાંત કુમારે દાવો કર્યો હતો કે, ધરપકડ કરાયેલા આતંકવાદીઓ પાકિસ્તાન અલકાયદા દ્વારા સંચાલિત હતા. 15 ઓગસ્ટ પહેલા બોમ્બ વિસ્ફોટ કરવાની તેમની યોજના હતી. ઘણા શહેરોમાં બ્લાસ્ટ કરવાની યોજના બનાવી રહ્યા હતા.