- ઉત્તર પ્રદેશમાં ધર્મ પરિવર્તન કરવાના આરોપમાં ATS દ્વારા 2 લોકોની ધરપકડ
- ISI અને વિદેશમાંથી ફંડિંગ થઇ રહ્યું હોવાનું સામે આવ્ચું
- નવી દિલ્હીથી જહાંગીર અને ઉમર ગૌતમ નામના બે એવા આરોપીઓની ધરપકડ કરાઇ
લખનઉ : ઉત્તર પ્રદેશ ATS ( up ats )ને મોટાપાયે ધર્મ પરિવર્તન ( religious conversion )ની સૂચના વારંવાર મળી રહી હતી. જેમાં મૂક-બધિર વિદ્યાર્થી, ઓછી આવક વાળા લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશ ATS દ્વારા આ અંગે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે ISI અને વિદેશમાંથી ફંડિંગ થઇ રહ્યું હોવાનું સામે આવ્ચું છે.
ATSએ જામિયા નગર નવી દિલ્હીથી જહાંગીર અને ઉમર ગૌતમ નામના બે એવા આરોપીઓની ધરપકડ કરી છે, જેમને ઉત્તર પ્રદેશમાં ધર્મ પરિવર્તન ( religious conversion ) કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. આરોપીઓની પૂછપરછ દરમિયાન ઇસ્લામિક દાવા સેન્ટર નામની સંસ્થાનું નામ ખુલ્યું છે, જેનું સંચાલન ઉમર ગૌતમ કરી રહ્યો હતો.
નોકરી, લગ્નની લાલચ આપીને ધર્મ પરિવર્તન કરવામાં આવી રહ્યું છે
ATSએ જામિયા નગર નવી દિલ્હીથી જહાંગીર અને ઉમર ગૌતમ નામના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ ઉત્તર પ્રદેશમાં ધર્મ પરિવર્તન કરાવવામાં મહત્વની ભૂમિકા નિભાવતા હતા. આ આરોપીઓની પૂછપરછ કરવામાં આવતા ઇસ્લામિક સેન્ટર નામની સંસ્થાનું નામ પણ ખુલ્યું છે. જેનું સંચાલન ઉમર ગૌતમ કરી રહ્યો હતો. ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરથી સંચાલિત નોઇડા ડેફ સોસાયટીના મૂક-બધિર વિદ્યાર્થીઓને નોકરી, લગ્નની લાલચ આપીને ધર્મ પરિવર્તન ( religious conversion ) કરવામાં આવી રહ્યું છે.
1000થી વધુ લોકોનું કરવામાં આવ્યું ધર્મ પરિવર્તન