ગુજરાત

gujarat

ETV Bharat / bharat

UP Assembly Poll 2022 : યુપીના ઉચ્ચ અધિકારીઓ સાથે ECI ટીમની સમીક્ષા બેઠક

કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ યુપી વિધાનસભા ચૂંટણીની (UP Assembly Election Preparation review) તૈયારીઓની સમીક્ષા કરી રહી છે. કેન્દ્રીય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાની (CEC Sushil Chandra)અધ્યક્ષતામાં ચૂંટણી પંચની ટીમ લખનૌમાં કમિશનર, આઈજી, ડીએમ, એસપી જેવા ટોચના અધિકારીઓ સાથે બેઠક (UP Assembly Poll 2022) કરી રહી છે. આયોગે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે પણ બેઠક યોજી હતી. પક્ષોએ ચૂંટણીમાં સરકારી નાણાનો દુરુપયોગ રોકવા માટે પંચ પાસે માંગ કરી હતી.

UP Assembly Poll 2022 : યુપીના ઉચ્ચ અધિકારીઓ સાથે ECI ટીમની સમીક્ષા બેઠક
UP Assembly Poll 2022 : યુપીના ઉચ્ચ અધિકારીઓ સાથે ECI ટીમની સમીક્ષા બેઠક

By

Published : Dec 29, 2021, 2:13 PM IST

લખનઉ: કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ યુપી વિધાનસભા ચૂંટણી 2022ની (UP Assembly Poll 2022) તૈયારીઓની સમીક્ષા કરવા રાજધાની લખનૌની મુલાકાતે છે. કમિશ્નર, આઈજી, ડીએમ, એસપી સહિત સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે વિધાનસભા ભવનના તિલક હોલમાં ઉચ્ચ સ્તરીય ચૂંટણી તૈયારી સમીક્ષા બેઠક (2022 Assembly elections preparedness) યોજાઈ હતી. ગુરુવારે મોડી સાંજે જિલ્લા મેજિસ્ટ્રેટ, પોલીસ કેપ્ટન અને અન્ય વરિષ્ઠ અધિકારીઓની બેઠક પછી, ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ અને ડીજીપી અને સરકારના અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ બેઠક યોજવામાં આવશે. એક દિવસ પહેલા રાજકીય પક્ષો સાથે બેઠક કરીને ચૂંટણીની તૈયારીઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

યુપી વિધાનસભા ચૂંટણી 2022ની તૈયારીઓ

મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રા (ECI team led by CEC Sushil Chandra) યુપી વિધાનસભા ચૂંટણી 2022ની (UP Assembly Election Preparation review)તૈયારીઓની સમીક્ષા કરવા બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. આ ટીમમાં ચૂંટણી કમિશનર અનૂપ ચંદ્ર પાંડે સહિત તમામ મોટા અધિકારીઓ હાજર છે. વિધાનસભા ચૂંટણી દરમિયાન, ચૂંટણી પ્રક્રિયાને નિષ્પક્ષ, પારદર્શક બનાવવા અને કોવિડ-19 પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવા માટે આ બેઠકમાં તમામ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવીરહી છે. આયોગ દ્વારા માર્ગદર્શિકા આપવામાં આવી રહી છે.

ઉત્તર પ્રદેશના તમામ વહીવટી અધિકારીઓ સાથે બેઠક

ચૂંટણી પંચના અધિકારીઓની ટીમ આજે સાંજ સુધી ઉત્તર પ્રદેશના તમામ વહીવટી અધિકારીઓ સાથે બેઠક કરશે અને વિવિધ તબક્કામાં અલગ-અલગ બિંદુઓ પર ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે. આ ફીડબેક અધિકારીઓ પાસેથી લેવામાં આવશે. મતદાર યાદી સુધારણા, વિકલાંગ મતદારો, વૃદ્ધ મતદારો અંગે પણ સંપૂર્ણ અભિપ્રાય લેવામાં આવશે અને કમિશનર કક્ષાએ લેવાતા પગલાં અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

રાજકીય પક્ષો પાસેથી પ્રતિસાદ લેવામાં આવ્યો

આ પહેલાકેન્દ્રીય ચૂંટણી પંચના અધિકારીઓની ટીમ28 ડિસેમ્બરે રાજધાની લખનૌ પહોંચી હતી. આયોગના અધિકારીઓએ ઉત્તર પ્રદેશના રાજકીય પક્ષો સાથે બેઠક યોજીને સૂચનો લીધા હતા. રાજકીય પક્ષોએ નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણીની માંગ કરી હતી.

સરકારી નાણાનો દુરુપયોગ રોકવા માંગ

કૉંગ્રેસ પાર્ટી તરફથી ઉત્તર પ્રદેશના અધિક મુખ્ય સચિવ ગૃહ અવનીશ કુમાર અવસ્થીને હટાવવાની માંગ કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી વતી એવું કહેવામાં આવ્યું છે કે મહિલાઓના વોટનું શત ટકા વેરિફિકેશન થઈ ગયું છે. આ ઉપરાંત અન્ય ઘણા સૂચનો પણ આપ્યા હતા. આ સાથે સરકારી સંસાધનોના દુરુપયોગને રોકવા, રાજકીય રેલીઓમાં સરકારી નાણાનો વ્યય અટકાવવા અને ભેદભાવ ઉભી કરતી બયાનબાજીને રોકવાની પણ માંગણી કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃP Chidambaram On Hindutva : "મુસ્લિમો બાદ હવે ખ્રિસ્તીઓ પણ હિન્દુત્વ બ્રિગેડના નિશાને"

આ પણ વાંચોઃNew covid 19 vaccine: DCGI દ્વારા Corbevax અને Covovax રસીઓને અપાઇ મંજૂરી

ABOUT THE AUTHOR

...view details