લખનઉ:યુપી વિધાનસભા ચૂંટણી 2022માં (UP Assembly elections 2022) ઉત્તર પ્રદેશમાં એવી 10 મોટી બેઠકો છે જ્યાં ભાજપની પ્રતિષ્ઠા દાવ પર છે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યની સીટ સિવાય પશ્ચિમથી પૂર્વ સુધી અન્ય 8 મહત્વની સીટો છે જ્યાં જો ભારતીય જનતા પાર્ટી જીતશે નહીં તો સમગ્ર સંગઠન નેતૃત્વ પર મોટા પ્રશ્નો ઉભા થશે.
ગોરખપુર શહેર: મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (Chief Minister Yogi Adityanath) ગોરખપુર શહેરની બેઠક પરથી ઉમેદવાર છે. તેઓ પહેલીવાર ભાજપ તરફથી વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. યોગી આદિત્યનાથ પહેલા ડૉ. રાધા મોહન જયસ્વાલ 2017માં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હતા, જેઓ 1998થી સતત ગોરખપુરના સાંસદ હતા. તેની જગ્યાએ આ વખતે મુખ્યપ્રધાન યોગી મેદાનમાં ઉતર્યા છે. તેમની સામે સપા તરફથી શુભવતી શુક્લા મેદાનમાં છે.
આ પણ વાંચો:યોગી સામે અખિલેશ કેવી રીતે મજબૂત દાવેદાર તરીકે ઉભરી આવ્યા?
સિરાથુઃ ભારતીય જનતા પાર્ટીએ કૌશામ્બી જિલ્લાની સિરાથુ વિધાનસભા બેઠક પરથી નાયબ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મૌર્યને મેદાનમાં ઉતાર્યા છે. આ સીટ પર સમાજવાદી પાર્ટી તરફથી પલ્લવી પટેલ મેદાનમાં છે. પલ્લવી પટેલ ભાજપ ગઠબંધનમાં અપના દળ (એસ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અનુપ્રિયા પટેલની બહેન છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પટેલ મજબૂત રીતે ચૂંટણી લડી રહ્યા છે.
અયોધ્યાઃ રામ જન્મભૂમિ અયોધ્યાની બેઠક જે આંદોલનનું કેન્દ્ર હતી તે ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે. ભાજપના વર્તમાન ધારાસભ્ય વેદ પ્રકાશ ગુપ્તા આ બેઠક માટે ઉમેદવાર છે. સમાજવાદી પાર્ટીના પૂર્વ મંત્રી પવન પાંડે અહીં ભાજપનો સામનો કરી રહ્યા છે.
રાયબરેલી સદરઃ રાયબરેલી સદરથી બીજેપીના ઉમેદવાર અદિતિ સિંહ છે. અદિતિ સિંહ કોંગ્રેસમાંથી ભાજપમાં આવી છે. તેણે 2017માં અહીં મજબૂત જીત મેળવી હતી. તે ત્રણ મહિના પહેલા જ ભાજપમાં જોડાઈ છે. અહીં સમાજવાદી તરફથી આરપી યાદવ મેદાનમાં છે.