નવી દિલ્હીઃબીજેપીએ પ્રેસ કોન્ફરન્સ કરી (BJP held press conference) રહી છે. કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે આ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી.
યાદીમાં પહેલું નામ યોગી આદિત્યનાથનું
આ યાદીમાં પહેલું નામયોગી આદિત્યનાથનું (first name in list is a Yogi Adityanath)છે, જેઓ ગોરખપુર શહેરથી ચૂંટણી લડશે. ડેપ્યુટી મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય પ્રયાગરાજ જિલ્લાના સિરાથુથી યુપીની ચૂંટણી લડશે. સેકન્ડ ડેપ્યુટી મુખ્યપ્રધાન દિનેશ શર્મા પણ લખનઉની સીટ પરથી મેદાનમાં ઉતરશે.
ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું
ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, પહેલા તબક્કા માટે 57 અને બીજા તબક્કા માટે 48 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી રહી છે. સામાન્ય સીટ પર પણ અનુસૂચિત જાતિના વ્યક્તિ પણ ચૂંટણી લડશે.
આજે પ્રથમ અને બીજા તબક્કાના ઉમેદવારોની યાદી જાહેર થઈ
કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહ આજે શનિવારે ભાજપ કેન્દ્રીય કાર્યાલય ખાતે પ્રેસને સંબોધિત કરી હતી. ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, આજે પ્રથમ અને બીજા તબક્કાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.
છેલ્લા 5 વર્ષમાં યોગી સરકારે ગુંડારાજને ખતમ કરી નાખ્યું
છેલ્લા 5 વર્ષમાં યોગી સરકારે ગુંડારાજને ખતમ કરી નાખ્યું છે. યુપી ગુંડારાજ અને ભ્રષ્ટાચારથી મુક્ત થઈ ગયું છે. યુપીમાં એરપોર્ટ, મેડિકલ કોલેજો બની રહી છે. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2020માં ભાજપ 300થી વધુ સીટો પરથી જીતશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ સપા 29, બસપા 53 અને કોંગ્રેસ 125 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી ચૂકી છે.
આ પણ વાંચો:
UP Assembly Election 2022: ભાગમભાગના ડરને દૂર કરવાના પ્રયાસો, ભાજપનું ટિકિટની વહેંચણી માટે સોશિયલ એન્જિનિયરિંગ
UP Election 2022 : ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની આજે બેઠક, 170થી વધુ ઉમેદવારોના નામ નક્કી!