લખનઉ: આગામી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીને (UP Assembly Elections 2022) ધ્યાનમાં રાખીને નવા વર્ષના પહેલા દિવસે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે, જો તેમની પાર્ટી સત્તામાં આવશે તો લોકોને 300 યુનિટ ઘરેલું વીજળી મફતમાં (akhilesh yadav free electricity) મળશે અને સિંચાઈના બિલ પણ માફ કરવામાં આવશે.
અખિલેશ યાદવે ટ્વીટ કરીને કહ્યું કે...
પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવે ટ્વીટ કરીને કહ્યું કે, 'નવા વર્ષની શુભકામનાઓ હવે 2022માં' ન્યુ યુપી'માં નવા પ્રકાશ સાથે નવું વર્ષ આવશે. ઘરેલું વીજળીના 300 યુનિટ મફત અને સિંચાઈ બિલ માફ કરવામાં (free electricity announcement) આવશે. નવું વર્ષ સૌને સુખ અને શાંતિ આપે, સમાજવાદી પાર્ટીની સરકાર આવશે અને 300 યુનિટ મફત ઘરેલું વીજળી અને સિંચાઈ વીજળી મફતમાં અપાવશે.
ગયા વર્ષે આમ આદમી પાર્ટીએ પણ આ જાહેરાત કરી હતી
ગયા વર્ષે 16 સપ્ટેમ્બરે આમ આદમી પાર્ટી (AAP)એ પણ દિલ્હીની જેમ ઘરેલુ ગ્રાહકોને 300 યુનિટ વીજળી મફત આપવાની જાહેરાત કરી હતી અને જો પાર્ટીની સરકાર બનશે તો 38 લાખ પરિવારોના બાકી વીજ બિલો માફ કરશે.