નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશના વારાણસીમાં ભારતીય જનતા પાર્ટી (BJP Workers Varanasi)ના કાર્યકરો સાથે વાતચીત કરશે. પાર્ટીએ શનિવારે આ જાણકારી આપી. ચૂંટણી પંચ (Election Commission Of India) દ્વારા ઉત્તર પ્રદેશ સહિત 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી (UP Assembly Election 2022)નો કાર્યક્રમ જાહેર કર્યા બાદ પાર્ટીના કાર્યકરો સાથે મોદીનો આ પહેલો રાજકીય કાર્યક્રમ હશે. સૂત્રોએ જણાવ્યું કે આ દરમિયાન મોદી સંભવતઃ ડિજિટલ સંવાદ (PM Modi Digital Dialogue) કરશે.
લોકોને નમો એપ દ્વારા તેમના મંતવ્યો અને સૂચનો શેર કરવા કહ્યું
ભાજપના ઉત્તર પ્રદેશ એકમે તેના ટ્વિટર હેન્ડલ (BJP UP Twitter) પર કાર્યક્રમ વિશે માહિતી આપી હતી અને લોકોને નમો એપ દ્વારા તેમના મંતવ્યો અને સૂચનો શેર કરવા કહ્યું હતું. વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરતા, ચૂંટણી પંચે કોવિડ-19ના વધતા જતા કેસો (Corona Cases In India)ને ધ્યાનમાં રાખીને જાહેર સભાઓ અને રોડ શો (Election rallies and road shows) પર 22 જાન્યુઆરી સુધી પ્રતિબંધ મુક્યો છે.