લખનૌ: પૂર્વ મુખ્યપ્રધાન અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ (President of the Samajwadi Party) અખિલેશ યાદવે વિધાનસભા ચૂંટણી(UP Assembly Election 2022)ના મેદાનમાં ઝંપલાવવાની જાહેરાત કરી છે. 'યાદવ લેન્ડ' કહેવાતા મૈનપુરીની કરહાલ વિધાનસભા સીટ પરથી અખિલેશ યાદવ ઉમેદવાર હશે. છેલ્લા ઘણા દિવસોથી અખિલેશ યાદવના ચૂંટણી લડવા અંગે સસ્પેન્સ અકબંધ હતું. તેઓ હંમેશા પાર્ટી દ્વારા લેવામાં આવતા નિર્ણયની વાત કરતા હતા. આખરે ગુરુવારે અખિલેશ યાદવે મૈનપુરીની કરહાલ વિધાનસભા (yadav vote bank in up) બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી.
સંગઠનના નેતાઓ અખિલેશને મળ્યા હતા
મૈનપુરી જિલ્લાના સપા સંગઠન (samajwadi party mainpuri)ના નેતાઓ આજે સપા પ્રમુખ અખિલેશ યાદવને પણ મળ્યા હતા. સ્થાનિક નેતાઓએ માંગ કરી હતી કે, રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કાર્યકરોની ભાવનાઓ અનુસાર કરહાલ સીટથી જ ચૂંટણી લડવી જોઈએ, જેના પર તેઓ સંમત થયા હતા. કરહાલ વિધાનસભા બેઠક સપા પ્રમુખ અખિલેશ યાદવના ચૂંટણી લડવા માટે સૌથી અનુકૂળ માનવામાં આવે છે.