લખનૌ: સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ (President of the Samajwadi Party) અખિલેશ યાદવે આજે લખનૌમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન હાથમાં અનાજ સાથે અન્ન સંકલ્પ લીધો હતો. તેમણે કહ્યું કે, અમે પ્રતિજ્ઞા (Ann Sankalp By Akhilesh Yadav) લઈએ છીએ, જેમણે ખેડૂતો પર અન્યાય કર્યો છે, અત્યાચાર કર્યો છે, તેમને હરાવીશું અને હટાવીશું. લખીમપુર ખેરીના તેજિન્દર સિંહ વિર્કે પણ આ દરમિયાન અખિલેશ યાદવ સાથે સંકલ્પ લીધો હતો. સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું કે, લખીમપુર ખીરીમાં ખેડૂતોને કચડી (Lakhimpur Kheri Violence) નાંખવાની સાથે તેજિંદર સિંહ વિર્કની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેઓની સારવાર કરવામાં આવી હતી. ત્યારે જ મેં મદદ કરવાનું કહ્યું હતું. ભગવાને મદદ કરી અને તેમનો જીવ બચાવ્યો.
ખેડૂતોને મફત વીજળી આપવાનું વચન
તેમણે કહ્યું કે, હું ખેડૂતોનો આભાર માનું છું જેમણે સંઘર્ષ કર્યો અને કેન્દ્ર સરકારે ખેડૂતોના કાયદા (Farm laws India) પાછા લીધા. ખેડૂતો શહીદ થયા અને ખોટા કેસ નોંધવામાં આવ્યા. બાદમાં વોટ માટે કૃષિ કાયદાઓ પરત લેવાનું (Agricultural laws repealed) કામ કર્યું. આજે ભાજપ કહી રહી છે કે, કેન્દ્રએ ખેડૂતોના હિતમાં કૃષિ કાયદા પાછા ખેંચ્યા છે. સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું કે, અમારા મેનિફેસ્ટો (Manifesto of samajwadi party)માં અમે ખેડૂતોના તમામ પાકની MSP મેળવવા માટે કામ કરીશું, મફત વીજળી આપીશું.
આ પણ વાંચો:UP Assembly Elections 2022: યોગી સામે અખિલેશ કેવી રીતે મજબૂત દાવેદાર તરીકે ઉભરી આવ્યા?