પણજી: છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્રના મહાનગર મુંબઈમાં શિવાજી મહારાજની મૂર્તિ (Foot Statue Of Shivaji) સ્થાપિત કરવા અંગે ચર્ચા થઈ રહી છે. પણ ગોવામાં શિવાજી મહારાજના રાજ્યાભિષેક પ્રસંગે શિવાજીની મૂર્તિનું અનાવરણ (21 Foot Statue Of Shivaji) કરવામાં આવ્યું હતું. ગોવાના મુખ્યપ્રધાન ડૉ. પ્રમોદ સાવંતની હાજરીમાં (Chief minister Pramod Sawant) આ અનાવરણ કરવામાં આવ્યું હતું. જ્યારે અનાવરણ કરવામાં આવ્યું ત્યારે સમગ્ર માહોલ, જય ભવાની, જય શિવાજીથી ગુંજી ઊઠ્યો હતો. ડૉ. પ્રમોદ સાવંતે આ પ્રતિમાનું અનાવરણ કરીને એમના બલિદાન અંગે વાત કહી હતી.
છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યભિષેકના દિવસે અહીં થયું 21 ફૂટની પ્રતિમાનું અનાવરણ, જુઓ વીડિયો
છત્રપતિ શિવાજીના રાજ્યાભિષેક દિવસે ગોવામાં ભારતની સૌથી મોટી 21 ફૂટની છત્રપતિ શિવાજી મહારાજની (21 Foot Statue Of Shivaji) પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. ગોવાના ચીખલી ખાતે છત્રપતિ શિવાજી મહારાજની સૌથી ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રતિમા 21 ફૂટ ઊંચી છે. મુરગાંવની છત્રપતિ શિવાજી મહારાજ મેમોરિયલ કમિટી દ્વારા બનાવવામાં આવી હતી. મુખ્યમંત્રી ડો.પ્રમોદ સાવંતની (Chief minister Pramod Sawant) હાજરીમાં અનાવરણ સમારોહ યોજાયો હતો.
છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યભિષેકના દિવસે અહીં થયું 21 ફૂટની પ્રતિમાનું અનાવરણ, જુઓ વીડિયો
પોર્ટુગીઝ સામ્રાજ્ય સામે વિરોધ કર્યો:છત્રપતિ શિવાજી મહારાજ અને સંભાજી મહારાજે પોર્ટુગીઝ સામ્રાજ્ય સામે ઉગ્ર લડત આપી હતી, જેના કારણે ગોવા પોર્ટુગીઝોની ચુંગાલમાંથી સુરક્ષિત થયુ હતું. એવું સાવંતે પોતાના ભાષણમાં જણાવ્યું હતું. મુખ્યપ્રધાન ડૉ. સાવંતે જણાવ્યું હતું કે આગામી શાળાના અભ્યાસક્રમમાં છત્રપતિ શિવાજી મહારાજના ઇતિહાસનો સમાવેશ કરવામાં આવશે. મોરગાંવ તાલુકાના ચીખલી ગામમાં છત્રપતિ શિવાજી મહારાજની 21 ફૂટની આ મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે.