- વિદેશ પ્રધાન એસ. જયશંકર (Foreign Minister S. Jaishankar) આજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની બેઠકની અધ્યક્ષતા કરશે
- અફઘાનિસ્તાનની બદલાતી સ્થિતિ ઉપર ભારતની નજર છેઃ વિદેશ પ્રધાન (Foreign Minister)
- નવી દિલ્હીનું ધ્યાન યુદ્ધગ્રસ્ત રાષ્ટ્રથી ભારતીય નાગરિકોને સુરક્ષિત પરત લાવવા પર છેઃ વિદેશ પ્રધાન (Foreign Minister)
નવી દિલ્હીઃ વિદેશ પ્રધાન એસ. જયશંકર આજે 'આતંકવાદી કૃત્યોના કારણે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે જોખમ' પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની બેઠકની અધ્યક્ષતા કરશે. આપને જણાવી દઈએ કે, ભારત ઓગસ્ટ મહિના માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)નું અધ્યક્ષ છે. આ પહેલા બુધવારે વિદેશ પ્રધાને કહ્યું હતું કે, ભારત અફઘાનિસ્તાનમાં બદલાતી સ્થિતિ પર 'ઘણી સાવધાનીપૂર્વક' નજર રાખી રહ્યું છે. આ સાથે જ નવી દિલ્હીનું ધ્યાન યુદ્ધગ્રસ્ત રાષ્ટ્રથી ભારતીય નાગરિકોને સુરક્ષિત પરત લાવવા પર છે.
આ પણ વાંચો-તાલિબાને ભારત સાથે વેપાર પર લગાવ્યો પ્રતિબંધ, ડ્રાયફ્રૂટ્સ મોંઘા થવાની શક્યતા
ભારતીયોને સુરક્ષિત પરત લાવવા પર અમારું ધ્યાનઃ વિદેશ પ્રધાન
આ પહેલા વિદેશ પ્રધાને બુધવારે કહ્યું હતું કે, આ સમયે આપણે બીજાની જેમ જ અફઘાનિસ્તાનમાં બદલાતી સ્થિતિ પર સાવધાનીપૂર્વક નજર રાખી રહ્યા છીએ. અમારું ધ્યાન અફઘાનિસ્તાનમાં સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ત્યાં હાજર ભારતીયોની સુરક્ષિત વાપસી પર છે. વિદેશ પ્રધાન સોમવારે ન્યૂ યોર્ક પહોંચ્યા હતા. કારણ કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે અફઘાનિસ્તાનની સ્થિતિ પર ઈમરજન્સી બેઠક યોજી છે. 10 દિવસની અંદર સંયુક્ત રાષ્ટ્રના શક્તિશાળી બોડીએ યુદ્ધગ્રસ્ત દેશની સ્થિતિ પર ચર્ચા માટે ભારતની અધ્યક્ષતામાં બીજી બેઠક હતી.