નવી દિલ્હી: ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ કોવિડ- 19ની તપાસ માટે નવી એડવાઈઝરી (covid test advisory) જાહેર કરી છે. ICMR અનુસાર હવે માત્ર કોરોના સંક્રમિત લોકોના સંપર્કમાં આવવા પર જ ટેસ્ટ કરાવવાની જરૂર નથી પરંતુ જો ચેપગ્રસ્ત વ્યક્તિ ઉચ્ચ જોખમની (High risk) શ્રેણીમાં છે, તો તેણે પરીક્ષણ કરાવવું પડશે. કોઈપણ ગંભીર બીમારીથી પીડિત અને વૃદ્ધો ઉચ્ચ જોખમ અથવા જોખમની શ્રેણીમાં આવે છે, તેથી આવા લોકોએ ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવ્યા પછી પરીક્ષણ કરાવવું આવશ્યક છે. ICMRએ એવા લોકોને પણ ટેસ્ટ (ICMR on Corona test) કરાવવાની સલાહ આપી છે, જેમના સંપર્કમાં આવ્યા પછી કોરોનાના લક્ષણો દેખાય છે.
બીજા રાજ્યમાં પ્રવાસ કરતા લોકોને પણ કોવિડ ટેસ્ટની જરૂર નહીં
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(ICMR)ની નવી એડવાઈઝરી અનુસાર હવે એક રાજ્યથી બીજા રાજ્યમાં પ્રવાસ કરતા લોકોને પણ કોવિડ ટેસ્ટ કરાવવાની જરૂર નથી. હોમ આઈસોલેશનની ગાઈડલાઈનના (ICMR guidelines on Covid testing) આધારે ડિસ્ચાર્જ ઘોષિત કરાયેલા વ્યક્તિને પણ ફરી ટેસ્ટ નહીં કરાવવો પડે. આ ઉપરાંત હોસ્પિટલ અથવા કોવિડ સેન્ટરમાંથી રજા અપાયેલા લોકોને પણ તપાસમાંથી મુક્તિ આપવામાં આવી છે.
કોઈ દર્દીનું ઓપરેશન થવાનું હોય તો તેનો કોવિડ ટેસ્ટ ત્યારે જ કરાશે
આ સિવાય લક્ષણો વગરના લોકોએ કોવિડ ટેસ્ટ કરાવવો પડશે નહીં. જો અન્ય રોગોથી પીડિત દર્દીનું ઑપરેશન કરવાનું થાય તો તેમનો કોવિડ ટેસ્ટ ત્યારે જ કરવામાં આવશે, જ્યારે તેઓમાં કોઈ લક્ષણો દેખાય. આ નિયમ સિઝેરિયન અને નોર્મલ ડિલિવરીના કિસ્સામાં પણ લાગુ પડશે.