ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Unknown people raped a cow: નશાની હાલતમાં અજાણ્યા વ્યક્તિઓએ ગાય પર દુષ્કર્મ આચર્યું - અજાણ્યા વ્યક્તિઓએ ગાય પર દુષ્કર્મ આચર્યું

પુડુચેરીના યાનમમાં અજાણ્યા લોકોએ એક ગાયને પોતાની હવસનો ભોગ બનાવ્યો હતો. મળેલી માહિતી અનુસાર પુડુચેરીના યાનમમાં ગાયના ચાર પગ અને ગરદનને દોરડા વડે બાંધીને તેનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું. જો કે પોલીસ તપાસમાં આ કૃત્ય કરનાર નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે.

Unknown people raped a cow while intoxicated  The Cow has died
Unknown people raped a cow while intoxicated The Cow has died

By

Published : Jan 13, 2023, 4:10 PM IST

યાનમ, પુડુચેરી:ગાંજાના નશામાં...માનવતા ભૂલી ગયેલા કેટલાક લોકોએ ગાય પર દુષ્કર્મ ગુજાર્યું હોય તેવી એક ઘટના સામે આવી છે. દુષ્કર્મનો ભોગ બનતા મૂંગા જીવ એવા ગાયનું કરુણ મોત થયું હતું. આ ઘટના બુધવારે રાત્રે યાનમમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નારિયેળના બગીચામાં બની હતી. નશાખોરની આ હરકતને કારણે તેના પર કાયદા હેઠળ ગુનો નોંધાયો હતો. ખેડૂતની ગાયના ચાર પગ અને ગરદનને દોરડા વડે બાંધીને તેનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું. પોલીસે પણ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચોBig Conspiracy Failed before 26 January: આતંકવાદીઓને મદદ કરનાર 2 સંદિગ્ધ વ્યક્તિઓની જહાંગીરપુરીમાંથી ધરપકડ

ગાય પર દુષ્કર્મ: પોગાકુ ઇશ્વરા રાવ નામના ખેડૂતની ગાયના ચાર પગ અને ગરદનને દોરડા વડે બાંધીને તેનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું. તે જગ્યાએ ગાંજો પીતો હોવાના ચિન્હો જોવા મળે છે. ગુરુવારે વહેલી સવારે નારિયેળના વાવેતરમાં ગયેલા ઇશ્વરા રાવને ગાય મૃત હાલતમાં જોવા મળી હતી. તેણે યનમ પોલીસને જાણ કરી હતી. આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે તેમણે પોલીસને પેટ્રોલિંગ વધારવા અપીલ કરી હતી. પુડુચેરીના પશુ ચિકિત્સા અધિકારી કાદિરેસને જણાવ્યું કે ગાયનું મોત શ્વાસ રૂંધાવાને કારણે થયું હોઈ શકે છે. કાયદા હેઠળ પ્રાણી સાથે જાતીય પ્રવૃત્તિ કરવી એ ગંભીર ગુનો છે.(people raped a cow while intoxicated The Cow has died)

આ પણ વાંચોIED Blast in Chaibasa: ચાઈબાસામાં સતત બીજા દિવસે IED બ્લાસ્ટ, ત્રણ જવાન ઘાયલ

ગાય પર દુષ્કર્મ અને અત્યાચારની ઘટનાઓ વધી: પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લામાં એક શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક 29 વર્ષીય યુવકે ગર્ભવતી ગાય સાથે કુકર્મ કર્યું છે. આરોપી યુવકની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના દક્ષિણ 24 પરગણા જિલ્લાના નામખાના બ્લોકના ઉત્તર ચંદનપીડી વિસ્તારની છે. ગાયના માલિકે ફરિયાદ નોંધાવી, ત્યારબાદ પોલીસે પ્રદ્યુત ભુઈયાની ધરપકડ કરી. સ્થાનિક અને પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, જિલ્લાના ઉત્તર ચંદનપીડીની રહેવાસી આરતી ભુઈયા અને તેના પરિવારે ફરિયાદ નોંધાવી હતી કે તેનો પાડોશી પ્રદ્યુત ભુઈયા થોડા દિવસો પહેલા તેમના ઘરની પાછળની ગૌશાળામાં ઘૂસી ગયો હતો અને તેની ગાય પર નિર્દયતાથી બળાત્કાર કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details