હૈદરાબાદઃવર્ષ 2003માં યુએન જનરલ એસેમ્બલી દ્વારા ધી યુનાઈટેડ નેશન્સ કન્વેન્શન અગેઈન્સ્ટ કરપ્શન(UNCAS)ની શરુઆત કરવામાં આવી. જે વિશ્વનું પ્રથમ લીગલી બાઈન્ડિંગ એન્ટિ કરપ્શન ઈન્સ્ટ્રુમેન્ટ હતું. આજે આ કન્વેન્શન સાથે 190 દેશો સંકળાયેલા છે.
ત્યારબાદ વર્લ્ડ બેન્ક ગ્રૂપે પણ 2030 સુધીમાં મોટાભાગની ગરીબીને દૂર કરવા અને વિકાસશીલ દેશોમાં 40 ટકા ગરીબોને સમૃદ્ધ કરવા માટેના પોતાના બેવડા લક્ષ્યને પૂર્ણ કરવા પડકાર સ્વીકારી લીધો. તેથી આ દિવસે ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડતા વ્યક્તિઓ, સરકારો અને સંગઠનોને એક કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. ભ્રષ્ટાાચરને પરિણામે ગરીબોનો સંસ્થાઓમાંથી વિશ્વાસ ઉઠી જાય છે, આર્થિક વિકાસ અવરોધાય છે તેમજ સામાજિક ન્યાયને નષ્ટ કરે છે.
ભ્રષ્ટાચારનો સૌથી ખરાબ પ્રભાવ ગરીબો અને નબળા વર્ગ પર પડે છે. ભ્રષ્ટાચારથી આરોગ્ય, શિક્ષણ, રોજગાર અને ન્યાયિક સુવિધાઓથી ગરીબો વંચિત રહે છે. ઉદાહરણ તરીકે સરકારી હોસ્પિટલમાં દવાઓ અને મેડિકલ ઈન્સ્ટ્રુમેન્ટની ખરીદીમાં થતા ભ્રષ્ટાચારને પરિણામે ગરીબો અને નબળા વર્ગના લોકોના આરોગ્ય પર અસર પડે છે. ઊંડા અભ્યાસ બાદ સામે આવ્યું કે ગરીબ પોતાની આવકનો મોટો ભાગ ભ્રષ્ટાચારમાં ખર્ચે છે. ગરીબોને ફરિયાદ કરવામાં નબળા માનીને ડરાવવામાં પણ આવે છે.
ભ્રષ્ટાચારથી ચોરેલ દરેક ડોલર, યુરો અને રુપિયો ગરીબોના જીવનમાંથી સમાન અધિકાર છીનવી લે છે અને સરકારોને તેની માનવ પૂંજીમાં રોકાણ કરતા અટકાવે છે. કોવિડ-19 મહામારી પછીની દુનિયામાં દરેક દેશે માનવ પૂંજીમાં શા માટે રોકાણ કરવું જોઈએ અને કઠોર પરિશ્રમથી મેળવેલ લાભોને નષ્ટ થવાથી શા માટે બચાવવા જોઈએ. ભ્રષ્ટાચાર રોકાણમાં અવરોધ પેદા કરે છે. જેના પરિણામ સ્વરુપ આર્થિક વિકાસ અને નોકરીઓ પર ખરાબ અસર પડે છે. ભ્રષ્ટાચારનો મુકાબલો કરવામાં સક્ષમ દેશ પોતાના માનવ અને નાણાકીય સંસાધનોનો વધુ કુશળતાથી ઉપયોગ કરે છે. તેઓ વધુ રોકાણ આકર્ષે છે અને વધુ ઝડપે વિકાસ કરે છે. ભ્રષ્ટાચાર દગાથી સરકારી ઓફિસો પર કબ્જો કરી લે છે. જેમાં રાજકીય નેતાઓ, સરકારી અધિકારીઓના મિત્રો, સંબંધીઓને પુરસ્કારથી નવાજવામાં આવે છે. જેને ક્રોની કેપિટાલિઝમથી ઓળખવામાં આવે છે.
ભ્રષ્ટાચારનું સૌથી મોંઘુ અને ખરાબ સ્વરુપ એ સંસ્થા અને અધિકારીઓને કાબૂમાં કરવાનું છે જેઓ રાજકીય સત્તાને નિયંત્રણમાં રાખે છે. પ્રગતિ અને સ્થાયી પરિવર્તન પ્રાપ્ત કરવા માટે આવા ભ્રષ્ટાચારને જાહેર કરવો અગત્યનો છે. 2023માં યુએનસીએસી પોતાની સ્થાપનાના 20મા વર્ષમાં પ્રવેશ્યું હતું. આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલા ભ્રષ્ટાચારને રોકવા માટે વિચાર વિમર્શ કરવામાં આવ્યો. આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર સામે લડવા માટે ચાર પ્રાવધાન કરવામાં આવ્યા હતા. જેમાં પ્રીવેન્શન ઓફ કરપ્શન, ક્રિમિનલાઈઝેશન, ઈન્ટરનેશનલ કોઓપરેશન અને એસેટ રિકવરીનો સમાવેશ થાય છે.
પ્રીવેન્શન ઓફ કરપ્શનઃ ભ્રષ્ટાચારને સંપૂર્ણ પણ રોકવો જ રહ્યો. જેના માટે સરકારી અને ખાનગી એમ બંને ક્ષેત્રે કાર્યવાહી જરુરી છે. જેમાં મોડલ નિવારક નીતિઓનો સમાવેશ થાય છે જેવી કે ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થાઓની સ્થપાના, ચૂંટણી પ્રચાર અભિયાનો અને રાજકીય પક્ષોને મળતા ફંડિંગમાં ટ્રાન્સપેરન્સી. એકવાર યોગ્યતાના આધારે ભરતી થઈ ગયા બાદ લોક સેવકોએ પ્રોફેશનલ અને નૈતિક આચાર સંહિતાનો ઉપયોગ કરી નાણાકીય અને અન્ય માધ્યમો દ્વારા થતા ભ્રષ્ટાચારને ડામવા નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કરવા જોઈએ. સાર્વજનિક નાણાકીય મામલે પારદર્શિતા અને જવાબદારીને પણ મહત્વ આપવું જોઈએ. જેમાં ગવર્ન્મેન્ટ પર્ચેઝિંગ ડિપાર્ટમેન્ટ અને ન્યાયપાલિકાનો સમાવેશ થાય છે. જનતાએ પોતાના લોક સેવકો પાસેથી ઉચ્ચ આચરણની અપેક્ષા રાખવી જોઈએ. ભ્રષ્ટાચારને રોકવા માટે સમાજના મોટાભાગના સભ્યોનો પ્રયાસ આવશ્યક છે. ભ્રષ્ટાચારની રોકથામ માટે મજબૂત સંસ્થાઓ, કાયદાઓ બનાવવાની સાથે સાથે સમાજના દરેક નાગરિકની ભાગીદારી પણ જરુરી છે.
ક્રિમિનલાઈઝેશનઃ કન્વેન્શનમાં સામેલ દેશોમાં ભ્રષ્ટાચાર વિરદ્ધ કાયદો ન હોય તો સૌથી પહેલા કડક કાયદો બનાવવો બહુ જરુરી છે. આ કાયદો નફો છુપાવવો, ટેક્સમાં ચોરી તેમજ ન્યાય પ્રક્રિયામાં છેડછાડ જેવા ગુનામાં કડક સજાની જોગવાઈ કરતો હોવો જોઈએ.
ઈન્ટરનેશનલ કોઓપરેશનઃ કન્વેશનમાં સામેલ દેશો ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈમાં દરેક આયામે એક બીજાનો સહયોગ કરવા માટે સહમત થયા છે. જેમાં ભ્રષ્ટાચારની રોકથામ, તપાસ તેમજ ગુનેગારો પર કેસ ચલાવવામાં પણ પરસ્પર સહકાર આપવા સમજુતિ કરાઈ છે. આ દેશોએ ભ્રષ્ટાચારની આવકનું મૂળ, તેમાં વધારો કરતા પરિબળોને શોધીને તેને ખતમ કરવાની દિશામાં પણ પ્રય્તનો હાથ ધરવા જોઈએ.
એસેટ રિકવરીઃઆ દેશો એસેટ રિકવરી માટે પણ સહમત થયા છે. આ સહમતિને કન્વેન્શનના મૂળ સિદ્ધાંતના રુપમાં ગણવામાં આવે છે. ખાસ કરીને વિકાસશીલ દેશો માટે આ મોટી સફળતા છે કારણ કે આ દેશોમાં ઉચ્ચ સ્તરીય ભ્રષ્ટાચારે રાષ્ટ્રીય સંપત્તિઓને લૂંટી છે. આ દેશોમાં નવી સરકારોને સમાજના પુનનિર્માણ અને પુનર્વાસ માટે સંસાધનોની વ્યાપક જરુર હોય છે. તેથી આ પ્રાવધાન કેવી રીતે સહયોગ અને સહાયતા પૂરી પાડવી તેનો નિર્દેશ કરે છે.