નવી દિલ્હી:કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પર નિશાન તાકી આકરા પ્રહાર કર્યા છે. દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન સામે લેવાયેલા પગલાંને લઈ કેજરીવાલે પ્રશ્નો ઊઠાવ્યા છે. જે મુદ્દે ભાજપ કાર્યાલયમાં થયેલી પત્રકાર પરિષદમાં સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે એક ભ્રષ્ટ વ્યક્તિને ક્લિનચીટ આપી દીધી હતી.
આ પણ વાંચો:કેરળ હાઈકોર્ટે લેસ્બિયન યુવતીઓને લઇને આપ્યો મહત્વનો ચુકાદો, હવે લેસ્બિયન યુવતીઓ...
સ્મૃતિના સળગતા સવાલ: સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, અરવિંદ કેજરીવાલે સત્યેન્દ્ર જૈનને પ્રજાની કોર્ટમાં જામીન પર મુક્ત કરી દીધા છે. એટેલ હું કેટલાક સવાલ કરવા મજબુર છું. પહેલો પ્રશ્ન કે, શું તેઓ એ વાત પર ચોખવટ કરી શકે કે, સત્યેન્દ્ર જૈને ચાર શેલ કંપનીઓને પોતાના પરિવારના માધ્યમથી રૂપિયા 16.39 કરોડની 56 શેલ કંપનીના માધ્યમથી હવાલા ઓપરેટર્સની મદદથી વર્ષ 2010-16 સુધી મનીલોન્ડ્રિગ કર્યું કે નહીં. શું એ વાત સાચી છે કે, 16.39 કરોડ રૂપિયાનું કાળુનાળું જે છે એના મુખ્ય માલિક સત્યેન્દ્ર જૈન છે?
હાઈકોર્ટનો ઉલ્લેખ: શું એ વાત સાચી છે કે, ડિવિઝન બેન્ચ દિલ્હી હાઈકોર્ટે વર્ષ 2019માં પોતાના એક ઓર્ડરમાં એ વાતની ખાતરી કરી હતી કે, સત્યેન્દ્ર જૈને મનિલોન્ડ્રિગ કર્યું છે. આ કંપની પર તેઓ પોતાની ધર્મપત્ની સાથે રહી શેલ હોલ્ડિંગના માધ્યમથી કંટ્રોલ કરી રહ્યા હતા. શું સત્યેન્દ્ર જૈન શૈલ કંપનીના માલિક છે. શેલનું નામ છે ઈન્ડો મેટેલિક ઈમ્પેક્સ પ્રા.લી., અકિંચન ડેવલપર્સ પ્રા.લી., પ્રયાસ ઈન્ફો સોલ્યુશન પ્રા.લી., મંગલયતન પ્રોજેક્ટ પ્રા.લી., શું એ વાત સાચી છે કે, બ્લેકમનીના માધ્યમથી સત્યેન્દ્ર જૈને દિલ્હીના કેટલાક વિસ્તારમાં 200 વીઘા જમીન પર પોતાનો માલિકી હક મેળવ્યો છે.
આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરના નેતાઓએ લેફ્ટનન્ટ ગવર્નર પાસે કાશ્મીરી પંડિતોની સુરક્ષાની કરી માગ
આ વાત સ્વીકારી છે:શું એ વાત સાચી છે કે, સત્યેન્દ્ર જૈન પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ અંતર્ગત ચાર્જશીટમાં મુખ્ય આરોપી છે. તેમણે પોતે એ વાત સ્વીકારી છે કે, 16.39 કરોડ રૂપિયાના મનીલોન્ડ્રિગ, હવાલાના મધ્યમથી કર્યું છે. શું આવો વ્યક્તિ આજે પણ તમારી સરકારમાં મંત્રીપદે હોવો જોઈએ? શું આટલી મોટી રકમ પર કોઈ ટેક્સ લગાવી શકાય છે? આવો એક પ્રસ્તાવ એમની જ કંપનીઓનો હતો.