ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેન્દ્રિય પ્રધાન પિયુષ ગોયલે કોરોના વેક્સિનનો પ્રથમ ડૉઝ લીધો - કેન્દ્રિય આરોગ્ય પ્રધાને લીધી વેક્સિન

કેન્દ્રિય રેલવે પ્રધાન પિયુષ ગોયલે ગુરૂવારે સવારે દિલ્હી AIIMS ખાતે કોરોના વેક્સિનનો પ્રથમ ડૉઝ લીધો હતો. આ અંગે તેમણે ટ્વિટ કરીને માહિતી આપી હતી અને નાગરિકોને પણ નિડર થઈને વેક્સિન લેવા માટે અનુરોધ કર્યો હતો.

કેન્દ્રિય પ્રધાન પિયુષ ગોયલે કોરોના વેક્સિનનો પ્રથમ ડૉઝ લીધો
કેન્દ્રિય પ્રધાન પિયુષ ગોયલે કોરોના વેક્સિનનો પ્રથમ ડૉઝ લીધો

By

Published : Apr 1, 2021, 12:50 PM IST

Updated : Apr 1, 2021, 6:06 PM IST

  • કેન્દ્રિય પ્રધાન પિયુષ ગોયલે લીધી કોરોના વેક્સિન
  • દિલ્હી AIIMS ખાતે લીધો વેક્સિનનો પ્રથમ ડૉઝ
  • ટ્વિટ કરીને તમામ લોકોને વેક્સિન લેવા કરી અપીલ

નવી દિલ્હી: ભારતમાં કોવિડ-19 વેક્સિનેશન અભિયાન હાલમાં ચાલી રહ્યું છે. એવામાં કેન્દ્રિય રેલવે પ્રધાન પિયુષ ગોયલે દિલ્હી AIIMS ખાતે કોરોના વેક્સિનનો પ્રથમ ડૉઝ લીધો હતો. આ અંગે તેમણે ટ્વિટ કરીને લોકોને માહિતી આપી હતી અને સામાન્ય જનતાને પણ વેક્સિન લેવા માટે અનુરોધ કર્યો હતો.

આ પણ વાંચો:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રસી લઈને ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યુંઃ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ

ટ્વિટ કરીને કહ્યું,"આપણે સાથે મળીને સ્વસ્થ અને સુરક્ષિત દેશ બનાવીએ"

કેન્દ્રિય પ્રધાને વેક્સિનનો પ્રથમ ડૉઝ લીધા બાદ કરેલી ટ્વિટમાં જણાવ્યું હતું કે, "આજે દિલ્હી AIIMS ખાતે કોરોના વેક્સિનનો પ્રથમ ડૉઝ લીધો. હું વેક્સિન માટે પાત્ર તમામ નાગરિકોને અપીલ કરું છું કે, તેઓ પણ વેક્સિન લે અને આસપાસના લોકોને પણ વેક્સિન લેવા માટે પ્રોત્સાહિત કરે. આપણે સાથે મળીને સ્વસ્થ તેમજ સુરક્ષિત દેશ બનાવીએ અને ભારતને કોરોના મુક્ત કરીએ."

નરેન્દ્ર મોદીએ પણ લીધી હતી કોરોના વેક્સિન

દેશભરમાં વેક્સિનેશનના બીજા તબક્કાની શરૂઆતના પ્રથમ દિવસે એટલે કે 1 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દિલ્હી AIIMS ખાતે કોરોના વેક્સિનનો પ્રથમ ડૉઝ લીધો હતો. આ અંગે તેમણે ટ્વિટ કરીને માહિતી આપી હતી.

આ પણ વાંચો:વડાપ્રધાન મોદી સહિત રાજકીય નેતાઓએ વેક્સિન લીધી

વડાપ્રધાનના માતાએ લીધો વેક્સિનનો પ્રથમ ડૉઝ

ગાંધીનગર ખાતે રહેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ શિવરાત્રીના દિવસે કોરોના વેક્સિનનો પ્રથમ ડૉઝ લીધો છે. આ બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, 'મને જાણ કરતાં આનંદ થાય છે કે, મારી માતાએ કોરોના વેક્સિનનો પ્રથમ ડૉઝ લીધો છે, હું તમને બધાને પણ અપીલ કરું છું કે, તમે અને તમારી આસપાસમાં રહેતા અને રસી લેવા પાત્ર લોકોને પણ કોરોનાની રસી લેવા માટે પ્રોત્સાહિત કરો.'

ચેન્નઈમાં ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડુએ વેક્સિન લીધી

ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડુએ પણ વેક્સિન લીધી હતી. ઉપરાષ્ટ્રપતિએ ટ્વિટ કરીને જણાવ્યું કે, ચેન્નઈની સરકારી મેડિકલ કોલેજમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લગાવ્યો છે, હવે 28 દિવસ બાદ બીજો ડોઝ લગાવશે. તેમજ તેમણે તમામ લોકોને રસી લેવા માટે અપિલ કરી હતી.

કેન્દ્રિય આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધને પોતાની પત્ની સાથે લીધી કોરોના વેક્સિન

માર્ચ મહિનાની શરૂઆતમાં જ કેન્દ્રિય આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધન તેમજ તેમના પત્નીએ દિલ્હી હાર્ટ એન્ડ લંગ ઇન્સ્ટિટ્યુટ ખાતે કોરોના વેક્સિન લીધી હતી. જ્યારબાદ ગત 30 માર્ચના રોજ દંપત્તિએ વેક્સિનનો બીજો ડૉઝ પણ લીધો હતો.

આ પણ વાંચો:વડાપ્રધાન મોદીએ ભારત બાયૉટેકની કોવેક્સીનનો લિધો ડોઝ

ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે લીધી કોરોના વેક્સિન

ગત 5 માર્ચના રોજ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે તેમના પત્ની સાથે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોના વેક્સિનનો પ્રથમ ડૉઝ લીધો હતો. આ અગાઉ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વેક્સિન લેવા અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, "આ વેક્સિનનો વિરોધ કરનારાઓ માટે જવાબ છે."

પટનાની IGIMS હોસ્પિટલમાં બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે વેક્સિન લીધી

બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે સોમવારે પટનાની IGIMS હોસ્પિટલમાં કોરોનાને રસી લીધી હતી. મુખ્યપ્રધાન નીતીશ કુમારનો આજે જન્મદિવસ છે, ત્યારે આ પ્રસંગે તેમણે કહ્યું કે, બિહારના તમામ લોકોને કોરોના રસી નિઃશુલ્ક આપવામાં આવશે. નીતીશ કુમારની સાથે બન્ને ઉપમુખ્યપ્રધાન તારકિશોર પ્રસાદ અને રેણુ દેવીએ પણ વેક્સિન લીધી હતી.

મુંબઈમાં NCPના પ્રમુખ શરદ પવારે લીધી કોરોના વેક્સિન

મુંબઈના જેજે હોસ્પિટલમાં NCP પ્રમુખ અને પૂર્વ કેન્દ્રિય પ્રધાન શરદ પવારે કોરોના વેક્સિન લીધી હતી. તેઓએ વેક્સિન લગાવ્યા બાદ ટ્વિટ કરીને જણાવ્યું કે, મે આજે જે જે હોસ્પિટલમાં કોવિડ 19ની વેક્સિન લીધી છે. રસીકરણ ડ્રાઈવને મજબૂત બનાવવા માટે હું તે બધાને કોરોના વાઈરસ સામેની લડાઈમાં શામિલ થવાની અપિલ કરૂ છું કે જેઓ વેક્સિન માટે યોગ્ય છે.

Last Updated : Apr 1, 2021, 6:06 PM IST

ABOUT THE AUTHOR

...view details