નવી દિલ્હી:ઐતિહાસિક સ્મારક કુતુબ મિનાર પરિસરમાં (The Qutub Minar Excavation) ખોદકામની અટકળો વચ્ચે કેન્દ્રીય સાંસ્કૃતિક પ્રધાન જી. કિશન રેડ્ડીએ કેટલાક મીડિયા રીપોર્ટનું ખંડન કરીને હકીકત કહી છે. કેન્દ્રીય પ્રધાન જી. કિશન રેડ્ડીએ કહ્યું હતું કે, પરિસરમાં ખોદકામ કરવા (Qutub Minar Complex in Mehrauli) અંગે હજુ સુધી કોઈ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી. આ પહેલા જે રીપોર્ટ સામે આવ્યા હતા એમાં કુતુબ મિનાર પરિસરમાં ખોદકામ થશે એવા વાવડ હતા. પણ ભારતીય પુરાતત્ત્વ વિભાગના સર્વે (Archaeological Survey of India (ASI))તરફથી કુતુબ મિનારમાં કોઈ પ્રકારનું ખોદકામ નહીં કરવામાં આવે.
આ પણ વાંચો:હિન્દુ સંગઠને કુતુબ મિનાર પરિસરમાં મોટું એલાન, નામની રાજનીતિના ભણકારા
આ વાત ફગાવી: આ પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે, કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રાલયે નવી દિલ્હીમાં આવેલા કુતુબ મિનાર ઐતિહાસિક પરિસરમાં ખોદકામ માટેના આદેશ આપ્યા છે. પણ મંત્રાલયે કુતુબ મિનાર પરિસરમાં રાખેલી હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓનો અભ્યાસ કરવા માટેના આદેશ આપ્યા હતા. સાંસ્કૃતિક મંત્રાલય સચિવ અને અધિકારીઓએ થોડા દિવસ પહેલા કુતુબ મિનાર પરસિરનું નિરીક્ષણ કર્યું હતું. એ પછી પુરાતત્ત્વ વિભાગે આ અંગે એક સર્વે પણ કર્યો હતો. જોકે, કેટલાક મીડિયા રીપોર્ટને પ્રધાને પાયાવિહોણા કહીને પરિસરમાં ખોદકામની વાત ફગાવી છે. આ અંગે હજુ સુધી કોઈ પ્રકારનો નિર્ણય લેવામાં નથી આવ્યો. કેટલાક મીડિયા રીપોર્ટ જે આવ્યા છે તે પાયાવિહોણા છે.