નવી દિલ્હી: કેન્દ્રીય માર્ગ પરિવહન અને માર્ગ પ્રધાન નીતિન ગડકરીનો (Union Road Transport Minister Nitin Gadkari) કોવિડ રિપોર્ટ પોઝિટિવ (Nitin gadkari covid test positive) આવ્યો છે. કોરોનાથી સંક્રમિત થયા બાદ ગડકરીએ પોતાને આઈસોલેટ કરી લીધા છે અને હોમ ક્વોરેન્ટાઈન થઈ ગયા છે. જેમની જાણકારી સોશિયલ મીડિયામાં આપી હતી. આ સાથે તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને પોતાને અલગ રાખવા અને કોવિડ ટેસ્ટ (Corona testing India) કરાવવા અનુરોધ કર્યો છે.
નીતિન ગડકરીએ ટ્વિટ કરીને આપી માહિતી
નીતિન ગડકરીએ ખુદ ટ્વિટ કરીને તેમના કોવિડ પોઝિટિવ હોવાની માહિતી આપી હતી અને કહ્યું હતું કે, તેમનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે તેઓ જણાવે છે કે, તમામ જરૂરી પ્રોટોકોલનું પાલન કરીને તેણે પોતાને આઈસોલેટ કરી લીધો છે અને તે હોમ ક્વોરેન્ટાઈનમાં છે.
ગડકરીને કોરોનાના હળવા લક્ષણો
ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ ગડકરીએ તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને પોતાને અલગ રાખવા અને કોવિડ ટેસ્ટ કરાવવા વિનંતી કરી છે. ગડકરી હાલમાં કોરોનાના હળવા લક્ષણોનો અનુભવ કરી રહ્યા છે. દેશમાં કોરોનાના સતત વધી રહેલા ખતરા વચ્ચે રાજકીય પક્ષોના નેતાઓ અને કેન્દ્રીય પ્રધાનો પણ સતત કોરોનાની જાળમાં આવી રહ્યા છે, ત્યારે મંગળવારની પરોઢીયેભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાધા મોહન સિંહે પણ સોશિયલ મીડિયા દ્વારા તેમના કોવિડ પોઝિટિવ હોવાની માહિતી શેર કરી હતી.