ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દેશમાં નવા હાઈવેઝ પર હવે મળશે નવી સુવિધા, કેન્દ્રિય પ્રધાને કરી જાહેરાત

દેશમાં રોડ અને હાઈવે નેટવર્કના કારણે ટ્રાફિકની સમસ્યા હળવી (Traffic problem in the country has been alleviated) થઈ રહી છે. તેવામાં હવે હાઈવે પર ડ્રાઈવિંગ કરવાની વધુ મજા આવશે. કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરીએ મંગળવારે (Union Minister Nitin Gadkari announcement) આ અંગે મહત્વની જાહેરાત કરી હતી.

દેશમાં નવા હાઈવેઝ પર હવે મળશે નવી સુવિધા, કેન્દ્રિય પ્રધાને કરી જાહેરાત
દેશમાં નવા હાઈવેઝ પર હવે મળશે નવી સુવિધા, કેન્દ્રિય પ્રધાને કરી જાહેરાત

By

Published : Jun 29, 2022, 2:11 PM IST

અમદાવાદઃ એક તરફ દેશમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા (Traffic problem in the country has been alleviated) રોડ અને હાઈવેના નેટવર્કમાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ આ જ નવા રોડ રસ્તાના કારણે વૃક્ષોને નુકસાન પહોંચી રહ્યું છે. તેવામાં કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરીએ (Union Minister Nitin Gadkari announcement) એક નવી પહેલ કરી છે. તેનાથી હવે વૃક્ષોના નુકસાનમાં સુધારો થશે. એટલું જ નહીં હવે હાઈવે પરના પ્રવાસીઓને પણ વધુ મજા આવશે.

કેન્દ્રિય પ્રધાન હાઈવે એક્સેલન્સીઝ એવોર્ડમાં રહ્યા ઉપસ્થિત - કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરી (Union Minister Nitin Gadkari announcement) મંગળવારે નેશનલ હાઈવે એક્સેલન્સીઝ એવોર્ડ્ઝ 2022માં (National Highways Excellence Awards 2022) ઉપસ્થિત રહ્યા હતા. અહીં તેમણે જણાવ્યું હતું કે, વૃક્ષો કપાવવાના કારણે ગરમી સતત વધી રહી છે. તેવામાં આપણે વૃક્ષોને બચાવવા માટે નવા રસ્તાઓ વિશે વિચારવાની જરૂર છે. આવું નહીં કરવામાં આવે તે રસ્તાઓના નિર્માણમાં અનેક મુશ્કેલીઓ વેઠવી પડશે.

આ પણ વાંચો-AMC Stray Cattle : રખડતા ઢોરને પકડવામાં AMCનું તંત્ર નિષ્ફળ કે સફળ ?

1ને બદલે 5 છોડ વાવવામાં આવશે -નેશનલ હાઈવે એક્સેલન્સીઝ એવોર્ડ્ઝ 2022 (National Highways Excellence Awards 2022) દરમિયાન કેન્દ્રિય પ્રધાને જણાવ્યું હતું કે, નેશનલ હાઈવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (National Highway Authority of India NHAI) હાઈવે પર હરિયાળી જાળવી રાખવા માટે તેની 'ટ્રી બેન્ક' (Tree Bank at Highways) ખોલશે. તેમણે રસ્તાઓ પર વૃક્ષારોપણની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સાથે જ તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે પણ બાંધકામ માટે વૃક્ષ કાપવામાં આવશે તો તેની જગ્યાએ 5 રોપા વાવવામાં આવશે.

આ પણ વાંચો-અમરાવતી અકોલા હાઈવે પર વર્લ્ડ રેકોર્ડ ઈવેન્ટનો પ્રારંભ, માત્ર ગણતરીના કલાકમાં બનશે 75 કિમીનો રોડ

માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુને ઘટાડવાના પ્રયાસો -માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુ અંગે કેન્દ્રિય પ્રધાને કહ્યું હતું કે, વર્ષ 2024 સુધીમાં આ આંકડો 50 ટકા સુધી ઘટાડવાના પ્રયાસો કરવામાં આવશે. આ સાથે તેમણે ઉમેર્યું હતું કે, વૃક્ષોને બચાવવા માટે નવા રસ્તાઓ વિશે વિચારવાની જરૂર છે. જો આમ નહીં કરાય તો રસ્તાના નિર્માણમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

વાહનોને સ્ટાર રેટિંગ અપાશે - આ પહેલા કેન્દ્રિય પ્રધાને જણાવ્યું હતું કે, હવે કારના ક્રેશ ટેસ્ટિંગના આધારે સ્ટાર રેટિંગ (Star rating based on car crash testing) આપવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, મૂલ્યાંકનનો નવો કાર્યક્રમ 'ભારત NCAP' એવી સિસ્ટમ પ્રદાન કરે છે કે જેના હેઠળ ભારતમાં વાહનોને ક્રેશ ટેસ્ટમાં તેમના પ્રદર્શનના આધારે 'સ્ટાર રેટિંગ' આપવામાં આવશે. સરકારના આ પગલાને અકસ્માતમાં મૃત્યુઆંક ઘટાડવાના પગલા તરીકે જોવામાં આવી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details