ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેના જામીન મંજુર, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે પર વિવાદાસ્પદ આપ્યું હતું નિવેદન - નારાયણ રાણેની ધરપકડ

કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેની મહારાષ્ટ્ર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. હાલ પ્રધાન નારાયણ રાણેના કાર્ટે જામીન મંજુર કર્યા છે. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ રાજ્ય સરકારના નિશાના પર હતા.

કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેની ધરપકડ
કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેની ધરપકડ

By

Published : Aug 24, 2021, 4:05 PM IST

Updated : Aug 24, 2021, 11:05 PM IST

  • ઉદ્ધવ ઠાકરે વિશે વિવાદાસ્પદ નિવેદનનો મામલો
  • કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેની ધરપકડ
  • બોમ્બે હાઇકોર્ટે અને રત્નાગીરી કોર્ટે રાણેની અરજી ફગાવી હતી

ન્યૂઝ ડેસ્ક : કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેની મહારાષ્ટ્ર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. મોડી રાત્રે પ્રધાન નારાયણ રાણેના કોર્ટે જામીન મંજુર કર્યા હતા. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, ત્યારથી રાજ્ય સરકારના નિશાના પર હતા. નારાયણ રાણેની ચિપલૂનમાંથી ધરપકડ કરવામાં આવી છે.

કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેની ધરપકડ

રાણે વિરુદ્ધ અત્યાર સુધીમાં 4 FIR નોંધાઈ

મળતી માહિતી પ્રમાણે પોલીસ નારાયણ રાણેને રત્નાગીરના સંગમેશ્વર પોલીસ સ્ટેશન લઈ ગઈ છે. તેમને તેમની જ કારમાં લઈ જવામાં આવ્યા હતા. આ બાદ કેટલાક સમર્થકોએ રોકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પોલીસ દ્વારા તેને ચિપલૂનથી કાઢવામાં સફળ રહી હતી. રાણે સામે અત્યાર સુધીમાં 4 FIR નોંધવામાં આવી છે, જ્યારે રત્નાગીરી કોર્ટે તેમની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. આ દરમિયાન, બોમ્બે હાઇકોર્ટે પણ નારાયણ રાણેની અપીલ પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો.

નારાયણ રાણે સામે દરેક શહેરમાં વિરોધ

શિવસેનાના કાર્યકરો દ્વારા નારાયણ રાણે વિરુદ્ધ મંગળવારે સવારથી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા હતા. આ ઉપરાંત, નાસિકમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય પ્રધાન અને ભાજપના નેતા નારાયણ રાણેના નિવેદન પર વિવાદ થયા બાદ આ ઘટના સામે આવી છે. નાસિક જ નહીં, પરંતુ હવે નારાયણ રાણે વિરુદ્ધ મુંબઈ, અમરાવતી, રત્નાગીરી સહિતના ઘણા શહેરોમાં દેખાવો થઈ રહ્યા છે.

Last Updated : Aug 24, 2021, 11:05 PM IST

ABOUT THE AUTHOR

...view details