નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન અજય મિશ્રા તેનીને બ્લેકમેલ (Union Minister Ajay Mishra Teni blackmailing case 2021 ) કરનારા પાંચેય યુવકોએ જણાવ્યું કે તેઓ ઈન્ટરનેટ કોલિંગ દ્વારા તેમને બ્લેકમેઈલ કરતા હતા. યુવકોએ 2 કરોડ રૂપિયાની માંગણી કરી હતી.
આરોપીઓને 3 દિવસના રિમાન્ડ
કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન અજય મિશ્રા તેનીને બ્લેકમેલ કરનારા યુવકો (Union Minister Ajay Mishra Teni blackmailing case 2021 )ખૂબ જ સ્માર્ટ છે. તે પોલીસથી બચવા માટે ઇન્ટરનેટ કોલિંગનો ઉપયોગ (Cyber Crime in India 2021) કરતાં હતાં. તપાસ કરી રહેલી પોલીસે યુએસ અને રોમાનિયા એમ્બેસીની મદદથી તેમનું લોકેશન ટ્રેસ કર્યું અને કોલ સેન્ટરમાંથી પાંચેયની ધરપકડ કરી હતી. હાલ પોલીસે આરોપીને ત્રણ દિવસના રિમાન્ડ પર લઈને પૂછપરછ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Cyber crime prevention : હવે વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાયબર સિક્યુરિટીનું પણ જ્ઞાન આપવામાં આવશે
17 ડિસેમ્બરે કર્યો પહેલો કોલ
પોલીસ પૂછપરછમાં આરોપીઓએ (Union Minister Blackmailing Case 2021 ) જણાવ્યું કે, તેઓએ 17 ડિસેમ્બરે અજય મિશ્રા તેનીના પીએને પહેલો કોલ કર્યો હતો. જેમાં તેણે ઘટનાના વીડિયો ફૂટેજ જાહેર કરવાની ધમકી આપીને બે કરોડ રૂપિયાની માગણી કરી હતી. આરોપીએ પીએને પ્રધાન સાથે વાત કરવાનું કહ્યું હતું પરંતુ વાત ન કરી. તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે આ કોલ ઇન્ટરનેટ કોલિંગ (Cyber Crime in India 2021) દ્વારા કરવામાં આવી રહ્યો છે. 17 થી 23 ડિસેમ્બર વચ્ચે આરોપીઓ દ્વારા કુલ 40 ધમકીભર્યા કોલ કરવામાં આવ્યા હતા. આરોપી નોઈડા સેક્ટર 15ના પાર્કમાંથી ફોન કરતો હતો. ગુરુવારે બપોરે પણ તેણે આવો જ ફોન કરીને બે કરોડ રૂપિયાની માગણી કરી હતી.
અમેરિકા અને રોમાનિયાના ગેટ પાસનો ઉપયોગ
તપાસમાં નોર્થ એવેન્યુ પોલીસને ખબર પડી કે તે અમેરિકા અને રોમાનિયાના ગેટ પાસનો ઉપયોગ કરતો હતો, તેથી દિલ્હીમાં તેમના દૂતાવાસની મદદ લેવામાં આવી હતી. આથી જાણ થઇ કે ક્યાંથી ફોન આવી રહ્યાં હતાં. તેમને ખબર પડી કે અમિત કુમાર નોઈડામાં કોલ સેન્ટર (Cyber Crime in India 2021) ચલાવે છે. આ પછી ત્યાં દરોડા પાડીને 5 આરોપીઓની ધરપકડ (Union Minister Blackmailing Case 2021 ) કરવામાં આવી હતી. હાલ સમગ્ર ઘટના માટે આરોપી અમિત કુમાર, અમિત, કબીર વર્મા, નિશાંત કુમાર અને અશ્વની કુમારની પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ Lakhimpur Kheri Violence: રાહુલ ગાંધીએ રાજ્યપ્રધાન અજય મિશ્રાને બરતરફ કરવાની કરી માંગ
આઈડિયા લખીમપુર ખેરી હિંસાથી આવ્યો
અમિત કુમારે પોલીસને જણાવ્યું છે કે તેનો મિત્ર કબીર વીમા એજન્ટ તરીકે કામ કરતો હતો. તેણે થોડા દિવસો પહેલાં પ્રધાન પાસેથી ખંડણી (Union Minister Blackmailing Case 2021 ) લેવાનું કાવતરું ઘડ્યું હતું. કબીર પાસે અમિત માઝી અને નિશાંત નામના બે સહાયકો હતા. આ બંને મિશ્રાની ઓફિસમાંથી ફોન કરતા હતાં. લગભગ 85 ટકા કૉલ્સ નિશાંત દ્વારા કરવામાં આવ્યા હતાં. જ્યારે 15 ટકા કૉલ્સ અમિત દ્વારા કરવામાં આવ્યા હતા. તેને દરેક કોલ માટે 10 હજાર રૂપિયા આપવાનું કહેવામાં આવ્યું હતું. ધરપકડ કરાયેલ અશ્વની ટેકનિકલ નિષ્ણાત છે અને તેનો ઉપયોગ ઇન્ટરનેટ કોલિંગમાં (Cyber Crime in India 2021) કરતો હતો. કબીરે પોલીસને કહ્યું છે કે તેને આ આઈડિયાલખીમપુર ખેરી હિંસાથી આવ્યો હતો.