હૈદરાબાદ:કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ રવિવારે તેલંગાણાના પ્રવાસે હતા. આ દરમિયાન, તેમણે રામોજી ગ્રુપના ચેરમેન રામોજી રાવ સાથે મુલાકાત કરી હતી. ફિલ્મ ઉદ્યોગ અને મીડિયામાં તેમના યોગદાનની પ્રશંસા કરતા શાહે કહ્યું કે, રામોજી રાવની જીવન યાત્રા અતુલ્ય અને પ્રેરણાદાયી છે, જે લાખો લોકોને પ્રેરણા આપે છે. Amit shah Meet Ramoji rao, Amit Shah meets Jr NTR
આ પણ વાંચો :તેલંગાણાના BJP અધ્યક્ષે ઉઠાવ્યા અમિત શાહના ચપ્પલ, ગુજરાતના નેતાના ગુલામ હોવાનો આરોપ
રામોજી રાવનું જીવન પ્રેરણાદાયી :ગૃહપ્રધાન અમિત શાહે રામોજી રાવને તેમના નિવાસસ્થાન રામોજી ફિલ્મ સિટીમાં મળીને તસવીરો ટ્વીટ કરી હતી. શાહે ટ્વિટ કરીને લખ્યું કે, શ્રી રામોજી રાવ ગારુની જીવન યાત્રા ફિલ્મ ઉદ્યોગ અને મીડિયા સાથે સંકળાયેલા લાખો લોકો માટે અવિશ્વસનીય અને પ્રેરણાદાયી છે. તેઓ રવિવારે હૈદરાબાદમાં તેમના નિવાસસ્થાને તેમને મળ્યા હતા. Amit shah Visits ramoji Film City
આ પણ વાંચો :અમિત શાહ સાઉથ સુપરસ્ટાર NTRને મળ્યા, RRRમાં તેના પ્રદર્શનની કરી પ્રશંસા
શાહ જુનિયર NTRને પણ મળ્યા :ગૃહ પ્રધાને રવિવારે મુનુગોડેમાં એક જાહેર સભાને સંબોધિત કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે, TRS સરકાર ખેડૂતોને પીએમ ફસલ બીમા યોજનાથી દૂર રાખીને પાપ કરી રહી છે. શાહે ખાતરી આપી હતી કે, જો આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સત્તામાં આવશે તો તેમની સરકાર ખેડૂતો પાસેથી ડાંગરના પાક ખરીદવાની ખાતરી કરશે. ગૃહપ્રધાન તેલુગુ અભિનેતા જુનિયર NTRને પણ મળ્યા હતા. Amit Shah meets Jr NTR, Amit Shah met media baron Ramoji Rao