- આસામ-મિઝોરમ વચ્ચે થયેલો સીમા વિવાદ (Boundary dispute) મુદ્દે દિલ્હીની સક્રિયતા વધી
- કેન્દ્રિય ગૃહસચિવ અજય ભલ્લાએ (Union Home Secretary Ajay Bhalla) મિઝોરમના મુખ્ય સચિવ અને DGP સાથે યોજી બેઠક
- આ મામલે રાજનીતિ પણ તેજ થઈ છે અને વિપક્ષી પાર્ટીઓ કેન્દ્ર સરકાર (Union Government) પર હુમલો કરી રહી છે
નવી દિલ્હીઃ આસામના કછાર જિલ્લામાં થયેલા સીમા સંઘર્ષ મામલામાં (Boundary dispute) હવે દિલ્હીની સક્રિયતા વધતી જાય છે. આ મામલાની ગંભીરતાને જોતા કેન્દ્રિય ગૃહ સચિવ અજય ભલ્લાએ મિઝોરમ (Union Home Secretary Ajay Bhalla)ના મુખ્ય સચિવ અને ડીજીપી સાથે બેઠક યોજી છે. કેન્દ્રિય ગૃહ સચિવ અજય ભલ્લાએ આસામ-મિઝોરમ (Assam-Mizoram) સીમા પર થયેલી હિંસા અંગે મિઝોરમના મુખ્ય સચિવ લાલનુનમવિયા ચુઆંગો અને ડીજીપી એસ.બી.કે. સિંહ સાથે બેઠક યોજી છે. આ મામલે રાજનીતિ પણ તેજ થઈ છે અને વિપક્ષી પાર્ટીઓ કેન્દ્ર સરકાર પર હુમલો કરી રહી છે.
આ પણ વાંચો-બંગાળમાં ચૂંટણી પછી થયેલી હિંસામાં માનવાધિકારના ઉલ્લંઘન મામલાની તપાસ માટે સમિતિ બનાવવા કોલકાતા હાઈકોર્ટનો નિર્દેશ
આસામમાં સવારે 11 વાગ્યે ફાયરિંગ શરૂ થયું હતું
આપને જણાવી દઈએ કે, આસામના કછાર જિલ્લામાં સોમવારે સીમા વિવાદને લઈને હિંસા થઈ હતી, જેમાં 6 પોલીસકર્મી શહીદ થઈ ગયા હતા. આ ઘટના સોમવારે સવારે 11.30 વાગ્યાની છે. જ્યારે જિલ્લાના DC અને SPની સાથે IGPના નેતૃત્વમાં 200 સશસ્ત્ર પોલીસની ટીમ લૈલાપુરના વિવાદિત વિસ્તારમાં પહોંચી હતી. ત્યાં મિજો ઉગ્રવાદી સમૂહોના કાર્યકર્તા, આસામ પોલીસ પર હુમલા કરવા માટે તૈયાર હતા અને તેમણે પોલીસ દળ પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જાણવા મળ્યું હતું કે, ગુનેગારો લાકડી, ડંડા, લોખંડના પાઈપ અને રાઈફલ સાથે હતા અને તેમણે લલિતપૂરમાં આસામ પોલીસ (Assam Police) પર હુમલો કર્યો હતો. આ સાથે જ કેટલાક વાહનોને નુકસાન પણ પહોંચાડ્યું હતું, જેમાં નાયબ કમિશનરની કચેરીના વાહન પણ શામેલ હતા. આસામ પોલીસ તરફથી બચાવમાં જવાબી કાર્યવાહી પણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો-કોલકાતા પોલીસે મિથુન ચક્રવર્તીની પ્રચાર ભાષણ અંગે વર્ચ્યુઅલ રીતે પૂછપરછ કરી
આ મામલે રાજકીય ગરમાવો જોવા મળ્યો
આ વિવાદ અંગે રાષ્ટ્રીય રાજનીતિ ગરમ છે અને કોંગ્રેસે કેન્દ્રિય ગૃહપ્રધાનના રાજીનામાની માગ (Demand for resignation of Union Home Minister) કરી છે. TMC સહિત અન્ય વિપક્ષી દળોએ કેન્દ્ર સરકાર ખાસ કરીને કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ (Home Minister Amit Shah) પર હુમલો કર્યો છે. આ પહેલા ગૃહ પ્રધાન અમિત શાહ (Home Minister Amit Shah)ના શિલાંગમાં પૂર્વોત્તરના મુખ્યપ્રધાનોની બેઠકના 2 દિવસ પછી સોમવારે વિવાદિત આસામ-મિઝોરમ સીમા પર હિંસા ભડકી હતી. ઘટના અંગે બંને રાજ્યોના મુખ્યપ્રધાન ટ્વિટર (Twitter) પર ઝઘડી પડ્યા હતા. આ સાથે જ બંનેએ કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહને પણ પોતપોતાની પોસ્ટમાં ટેગ કર્યા હતા.