ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો છે. કેન્દ્રીય ચૂંટણી પંચ ગમે ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સત્તાવાર રીતે કરી શકે છે.(Amit Shah on his visit to Gujarat meet nri ) ભાજપ વિધાનસભા ની ચૂંટણીમાં વધુમાં વધુ બેઠક પર વિજય બને તેને ધ્યાનમાં લઈને ભાજપ પક્ષ દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે, જે અંતર્ગત આજે ગાંધીનગર કમલમ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ તથા રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ એ નોંન રેસીડેન્સ ગુજરાતી સાથે બેઠક કરી હતી.
અલગ અલગ દેશમાં વસે છે:ભાજપના મુખ્ય પ્રવક્તા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "સમગ્ર વિશ્વમાં જે ગુજરાતીઓએ પોતાના ક્ષેત્રમાં ખૂબ સારું કામ કર્યું છે અને ગુજરાત તથા ભારત દેશનું નામ તેમને ગૌરવવંતુ રાખ્યું છે તેવા અનેક ગુજરાતીઓ સમગ્ર વિશ્વમાં અલગ અલગ દેશમાં વસે છે. આજે આવા ગુજરાતીઓ કમલમ ખાતે આવ્યા છે. તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે, જ્યારે કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ અને રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ વિદેશમાં રહેતા અને ગુજરાતમાં આવેલા આવા ગુજરાતીઓ સાથે ભોજન પણ લેશે તેવું આયોજન કરવામાં આવ્યું છે."