કેન્દ્રીય પ્રધાન અમિત શાહ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે અમદાવાદ : બિપરજોય વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે. વાવાઝોડા બાદની પરિસ્થિતિને સુવ્યવસ્થિત કરવા વહિવટી તંત્ર કામે લાગ્યુ છે. આ તકે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અમિત શાહ સોમવાર અને મંગળવારે એમ બે દિવસ શાહ અમદાવાદમાં રોકાશે તથા મુખ્યપ્રધાન સાથે ખાસ મુલાકાત કરશે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે માંડવી ખાતે એનડીઆરએફની ટીમની લીધી મુલાકાત એનડીઆરએફની ટીમની પ્રસંશા:આ દરમિયાન ગૃહપ્રધાને એનડીઆરએફની ટીમની પણ મુલાકાત લીધી હતી. અમિત શાહે માંડવી ખાતે એનડીઆરએફની ટીમની લીધી મુલાકાત લઈને સૌનો આભાર માન્યો હતો.આપત્તિના સમયે તૈનાત રહીને ફરજ નિભાવવા તેમજ રેસ્કયુંની કામગીરી માટે પ્રસંશા કરી હતી. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને CM પટેલ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈને હવાઈ નિરિક્ષણ કરવા માટે ભૂજ પહોંચ્યા હતા.
અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈને હવાઈ નિરિક્ષણ ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોની મુલાકાત: ગૃહપ્રધાન અચાનક માંડવી હોસ્પિટલમાં દાખલ ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોની મુલાકાત લઇ તેઓના ખબર-અંતર પૂછ્યા હતા. આ દરમિયાન હોસ્પિટલમાં જન્મ લીધેલ બાળકના માતાની મુલાકાત લીધી હતી અને ખબર અંતર પૂછ્યા હતા. બિપરજોય વાવાઝોડાથી ખેડૂતોને થયેલ નુકશાનની સમીક્ષા માટે ખેડૂતોની મુલાકાત લીધી હતી.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે માંડવી સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત ભૂજમાં હાઈલેવલ બેઠક : રાહત અને બચાવના કામ માટે ભૂજમાં હાઈલેવલની મિટિંગનું આયોજન પણ કરવામાં આવ્યુ હતુ. વહિવટી તંત્ર દ્વારા અધિકારી-કર્મચારીઓને કચ્છમાં મોકલવાનું શરૂ કરવામાં આવશે. હાલમાં વાવાઝોડાથી અસરગ્રસ્ત આઠ જિલ્લાઓમાંથી પ્રાથમિક રીપોર્ટ મંગાવામાં આવ્યો છે. ત્યારબાદ સર્વે હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કચ્છ, દ્વારકા અને જામનગર જીલ્લામાં સૌથી વધારે નુકસાન થયુ છે. પવન અને વરસાદ વચ્ચે પણ વૃક્ષો કાપીને રસ્તો ક્લિયર કરવાની કામગીરી ચાલું રહેશે.
- Biparjoy: ચક્રવાત 'બિપરજોય' નબળું પડી 'ડીપ ડિપ્રેશન'માં, રાજસ્થાનમાં વરસાદ ગુજરાતમાં ઝાપટા
- Gujarat Cyclone Impact: અત્યાર સુધીમાં 420 થી વધુ વીજપોલને નુકસાની, અનેક વૃક્ષો જમીનદોસ્ત